Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હવે ચીનમાં ધમાલ મચાવશે અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'

મુંબઈ: આ વર્ષે 15 ઓગસ્ટ, 2018 ના રોજ રીલીઝ થયેલી બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની ગોલ્ડ રીમા કાગતીના નિર્દેશનમાં બનાવવામાં આવી હતી. ફિલ્મ 'ગોલ્ડ' ની વાર્તા એક સાચી ઘટના પર આધારિત છે.આ ફિલ્મમાં 1948 ના લંડન ઓલિમ્પિક્સમાં ભારત જીતી ગૌરવપૂર્ણ ક્ષણ બતાવવામાં આવી છે.ફિલ્મની ટીમના દરેક વ્યક્તિએ તેના ટ્વિટર હેન્ડલ પર ચીનમાં રિલીઝ થવાની માહિતી આપી છે.અક્ષય ઉપરાંત, મૌની રોય, કૃણાલ કપૂર, વિનીતકુમાર સિંહ અને અમિત સાધે પણ 'ગોલ્ડ'માં કામ કર્યું છે. હવે અહેવાલ છે કે અક્ષયની ફિલ્મ 'ગોલ્ડ' ચીનમાં 13 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ દ્વારા કર્યું છે.

(5:12 pm IST)