Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

'હાઉસફુલ-4'માં સંજય દત્ત આઉટ,નાના પાટેકર ઈન

મુંબઇ: સાજિદ નડિયાદ વાળા 'હાઉસફુલ ૪ની તડામાર તૈયારી કરી રહ્યો છે. તેના સ્ટાર કાસ્ટની ઘોષણા તો પહેલાથી જ થઇ ગઇ છે. જોકે સંજય દત્તને પણ આ ફિલ્મમાં લેવાની વાત હતી, પરંતુ ચોક્કસ કારણોસર વાત ન બનતાં હવે તેના સ્થાને નાના પાટેકરને લાવવમાં આવશે તેવી ચર્ચા છે. ફિલ્મ મેકર્સ સંજય દત્ત સાથે સતત સંપર્કમાં હતા, પરંતુ ચોક્સ કારણોસર વાત બની શકી નહીં.. હવે સંજય દત્તન ાસ્થાને આ ફિલ્મમાં નાના પાટેકર જોવા મળશે.આ ફિલ્મ બોલીવડૂની પ્રથમ થ્રીડી કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મમાં ટોચના કલાકાર હોવાથી બિગ-બજેટ કોમેડી ફિલ્મ બનશે. જેમાં પુનર્જન્મની વાર્તા પર આધારિત હશે.આ ફિલ્મને સાજિદ નડિયાદવાળા નિર્માણ તેમજ દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઉલ, કૃતિ સેનોન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદાના નામ ફાઇનલ થઇ ચુક્યા છે.

 

 

(4:15 pm IST)