Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સેન્સરમાં એકપણ કટ વગર પાસ થઇ ફિલ્મ સુરમા

મુંબઇ:  હૉકી લેજન્ડ સંદીપ સિંઘની બાયો -ફિલ્મ સૂરમાને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે એક પણ કટ વિના યુ સર્ટિફિકેટ સાથે પાસ કરી હોવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી. ફિલ્મ બે કલાક અને અગિયાર મિનિટ લાંબી છે એવું પણ જાહેર કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝે સંદીપ સિંઘનો રોલ કર્યો છે. એની સાથે ટોચની અભિનેત્રી તાપસી પન્નુ ચમકી રહી છે. ફિલ્મ બનતી હતી ત્યારે ખુદ સંદીપ સિંઘ પોતે હાજર રહીને જરૃર પડે ત્યાં માર્ગદર્શન આપતા હતા. અગાઉ ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વીનર મેરેથોન રનર મિલ્ખા સિંઘની બાયો ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ આવી હતી. ત્યારબાદ યશ રાજની ચક દે ઇન્ડિયામાં પહેલીવાર હૉકીની રમતની કથા હતી જેમાં શાહરુખ ખાને ભારતીય મહિલા હૉકી ટીમના કોચનો રોલ કર્યો હતો. તાજેતરમાં આમિર ખાને કુસ્તીબાજ મહાવીર ફોગટની બાયો-ફિલ્મ દંગલ રજૂ કરી હતી અને હવે ફરી એકવાર હૉકીની કથા લઇને સૂરમા ફિલ્મ આવી રહી છે. સૂરમા ૧૩મી જુલાઇએ રજૂ થવાની છે.

(4:14 pm IST)