Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રણબીર કપૂરની ફિલ્મ શમશેરની રિલીઝ ડેટ જાહેર

મુંબઈ:અસલી સંજય દત્ત અને ફિલ્મી સંજય દત્ત એટલે કે રણબીર કપૂર બંનેને સાથે ચમકાવતી ફિલ્મ શમશેરાની રિલિઝ ડેટ બુધવારે જાહેર કરાઇ હતી. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સાથે ચમકી રહ્યા છે. તાજેતરમાં સંજય દત્તની બાયો-ફિલ્મમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કર્યો હતો અને આ ફિલ્મે રજૂ થયાના પાંચ દિવસમાં ૨૦૦ કરોડની આવક નોંધાવી હતી. હવે આ બંને યશ રાજની ફિલ્મ શમશેરા સાથે કરવાના છે. આ ફિલ્મનું ડાયરેક્શન કરણ મલ્હોત્રા સંભાળવાના છે. આ વર્ષની આખરે ફિલ્મ ફ્લોર પર જવાની ધારણા છે. અત્યાર અગાઉ રણબીર કપૂરે નવ વર્ષ પહેલાં યશ રાજની ફિલ્મ રોકેટ સિંઘઃ સેલ્સમેન ઑફ ધી યર ફિલ્મ કરી હતી. હવે ફરી એ યશ રાજની ફિલ્મ કરી રહ્યો છે. રણબીરે કહ્યંુ હતું કે આ ફિલ્મ પરંપરાગત ડાકુની નથી પરંતુ પોતાને અન્યાય થયો હોવાથી બહારવટે ચડેલા માથાભારે યુવકની કથા છે. ૧૮૦૦ની સાલમાં બનેલી એક સત્યઘટના પર આધારિત એની કથા છે. બ્રિટિશ સરકાર સામે બહારવટે ચડેલા માણસની કથા આ ફિલ્મમાં રજૂ થવાની છે. અગાઉ મેં આ ટાઇપનો રોલ કદી કર્યો નથી.
 

(5:14 pm IST)