Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મજબુત સંદેશો આપતી ફિલ્મ છે 'ધડક': જ્હાન્વી

શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વીની પ્રથમ ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જ્હાન્વી અને ઇશાંત ખટ્ટર આ ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. જ્હાન્વીએ કહ્યું હતું કે આ ફિલ્મ મજબુત સામાજીક સંદેશો આપનારી ફિલ્મ છે. તાજેતરમાં રેડિયો સ્ટેશનમાં પ્રમોશન વખતે જ્હાન્વીએ કહ્યું હતું કે આ ફિલ્મ સામાજીક મુદ્દા પર બનાવાઇ છે. દર્શકોએ આ મજબુત સંદેશો જાણવા માટે અમારી ફિલ્મ ચોક્કસ જોવી જોઇએ. ફિલ્મનું એક ગીત ઝીંગાટ પણ રિલીઝ થયું છે. આ ગીતને દર્શકો તરફથી મળેલા આવકારથી જ્હાન્વી ખુશ છે. તેણે કહ્યું હતું કે મરાઠી ગીત સાથે આ ગીત જોડાયેલુ છે. ફિલ્મની કહાની અને પાત્રોના સંદર્ભમાં આ ગીત ખુબ જરૂરી છે. નિર્દેશક શશાંક ખેતાનની આ ફિલ્મ ૨૦મી જુલાઇએ આવશે. મરાઠી ફિલ્મ સૈરાટની આ હિન્દી રિમેક છે.

(9:29 am IST)