Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ચેમ્‍પિયનશિપમાં ટકી રહેવા ભારતે મેચ જીતવો જ પડે

વિશ્વવિજેતા ન્‍યુઝીલેન્‍ડને ફાઇનલનો કોઇ ચાન્‍સ નથીઃ પાકિસ્‍તાન, ઓસ્‍ટ્રલિયા, સાઉથ આફ્રિકા નિર્ણાયક મુકાબલા માટે મજબૂત દાવેદાર

નવી દિલ્‍હી : ભારતને કેવી રીતે ફાઇનલની તક? વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ (ડબ્‍લ્‍યુટીસી)ના બે ફાઇનલિસ્‍ટ દેશ નક્કી થાય એ પહેલાં ભારતની સાત ટેસ્‍ટ બાકી છે. એમાં આવતી કાલે શરૂ થનારી ઇંગ્‍લેન્‍ડ સામેની એક ટેસ્‍ટ, ઘરઆંગણે ઓસ્‍ટ્રેલિયા સામે રમાનારી ચાર ટેસ્‍ટ અને બંગલાદેશમાં રમાનારી બે ટેસ્‍ટનો સમાવેશ છે. ૫૮.૩૩ પોઇન્‍ટ પર્સન્‍ટેજ ધરાવતું ભારત વધુમાં વધુ ૭૪.૫૩ પોઇન્‍ટ પર્સન્‍ટેજ સુધી જઇ શકાશે જે ઓસ્‍ટ્રેલિયા (જો ભારત સામે હારે તો) ની નીચે જનારી પોઇન્‍ટ સ્‍થિતિ સામે ટક્કર લેવા માટે પૂરતા કહેવાશે. જો ભારત સાતમાંથી એક ટેસ્‍ટ હારશે તો એના પોઇન્‍ટ પર્સન્‍ટેજ ૬૮.૯૮ રહેશે અને બે ટેસ્‍ટ હારશે તો ૬૩.૪૨ રહેશે. એ જોતાં ભારતે ઇંગ્‍લેન્‍ડ સામે ૧-૫ જુલાઇ સૃુધી ચાલનારી ટેસ્‍ટ જીતવી જ જોઇશે. ઓસ્‍ટ્રેલિયાએ હજી કુલ ૧૧ ટેસ્‍ટ અને સાઉથ આફ્રિકાએ ઇંગ્‍લેન્‍ડ, ઓસ્‍ટ્રેલિયા, વેસ્‍ટ ઇન્‍ડિઝ સામે સિરીઝ રમવાની બાકી છે. એ જોતાં સાઉથ આફ્રિકા માટે ટેબલમાં બીજો નંબર ટકાવવો મુશ્‍કેલ છે.

(2:53 pm IST)