Gujarati News

Gujarati News

પારકી પરણેતર સાથેના પ્રેમનો કરૂણ અંજામઃ ગાંધીગ્રામમાં ૨૦ વર્ષના અખ્તરની છરીના ૧૧ ઘા ઝીંકી દઇ ક્રુર હત્યા: નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં નાનીમા સાથે રહેતાં યુવાનને નીચેના બ્લોકમાં રહેતી મુળ ગોવાની નેન્સી સાથે બે વર્ષથી પ્રેમ હતોઃ રાતે પ્રેમિકા સાથે બેઠો'તો ત્યાં જ તેણીનો પતિ હુશેન દલવાણી આવી ગયો ને ખચાખચ ઘા ઝીંકી દીધા :અખ્તર મંડપ સર્વિસમાં નોકરી કરતો હતોઃ એક વર્ષનો હતો ત્યારે જ માતાએ છુટાછેડા લઇ બીજુ ઘર કર્યુ હોઇ તેને નાનીમાએ ઉછેર્યો હતોઃ યુનિવર્સિટી પોલીસે મૃતકના નાની રસિદાબેન જેઠવાની ફરિયાદ પરથી હુશેન અને અજાણ્યા સામે ગુનો નોંધ્યોઃ આરોપીઓની શોધખોળ : રસિદાબેન ઘરમાં હતાં ત્યારે અખ્તરની પ્રેમિકા નેન્સીએ આવી કહ્યું-જલ્દી ચાલો મારા પતિ હુશેને અખ્તરને છરીના ઘા મારી દીધા છેઃ હોસ્પિટલે ખસેડાયો પણ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું access_time 1:33 pm IST

પીજીવીસીએલ ‘ઘીસોડા'ના માર્ગેઃ ફોલ્‍ટ સેન્‍ટરમાં કોન્‍ટ્રાકટ સીસ્‍ટમ: સીટી-ર ડીવીઝનના ૭ સબ ડીવીઝન માટે ર૭ લાખનું ટેન્‍ડર બહાર પાડયું: હવે ભાડૂતી માણસો ફોલ્‍ટ રીપેર કરી આપશે : શાપર-વેરાવળ તથા મેટોડા માટે પણ ટેન્‍ડરઃ હાલ જીઇબીના માણસો ફરિયાદ કરો એટલે તરત આવે છે...કોન્‍ટ્રાકટમાં લોકો હેરાન-પરેશાન થશે : ફોલ્‍ટ સેન્‍ટરમાં કોન્‍ટ્રાકટ સિસ્‍ટમથી લાઇટો ગૂલ થાય તો લોકો કલાકો હેરાન થવાનો પણ ભય : રાજકોટમાં ચોથા વીજ સબ ડીવીઝનની તાકિદે જરૂરીયાત શહેર વધી રહ્યું છે, હવે ડીવીઝન વધારો : મોટો હોબાળો મચી ગયોઃ લોકોમાં પ્રચંડ રોષ-દેકારોઃ ચૂંટણી આવે છે... ભાજપને ભારે પડવાનો ભયઃ કોઇ માથાભારે માણસોનું ટેન્‍ડર પાસ થયું તો... આ વિચાર માત્રથી પ્રજા ફફડી રહી છે access_time 3:40 pm IST