Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ધોરાજીમાં અક્ષર ડેરી રથનું ભવ્ય સ્વાગત

 ધોરાજીઃ ગોંડલ અક્ષર ડેરી સાર્ધ સતાબ્દી મહોત્સવ નીમીતે જામનગર જીલ્લાના ભાદરા ગામેથી નીકળેલી જયોત યાત્રા ગામે ગામ ફરી ધોરાજી આવતા સરદાર ચોક ખાતે હરીભકતો અને ગ્રામજનોએ હારતોરા કરી સ્વાગત કરેલ હતું. ભગવાન સ્વામીનારાયણનો રથ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થતા લોકોએ દર્શનનો લાભ લીધો હતો અને પુષ્પવર્ષા કરેલ હતી. અને રથ સાથે યુવાનોએ બાઇક રેલી અને મસાલો સાથે ભવ્ય આકર્ષણ વધારેલ હતું.  આ તકે ભગવાનના રથનું સ્વાગત ગેલેકસી ચોક ખાતે ડે. કલેકટર તુષાર જોષીએ કરી દર્શનનો લાભ લીધો હતો અને બાદમાં રાત્રી રોકાણ માટે ધોરાજીના બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદીરે પહોંચ્યા બાદ નવનીતભાઇ પનારા, મીહીરભાઇ હિરપરા અમૃતભાઇ કસેટીયા સહીતના લોકોએ સ્વાગત કરેલ અને સાંજે પૂજા અર્ચના અને આરતી સહીતનો કાર્યક્રમ યોજાયો હતો. તસ્વીરમાં રથનું સ્વાગત કરતા યુવાનો નજરે પડે છે.

(11:26 am IST)