Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ડેડાણના વૃધ્‍ધ વેપારીને વિશ્વાસમાં લઇ ૯ લાખ જેવી છેતરપિંડી કરી

અમરેલી,તા. ૨૪: ડેડાણના વળધ્‍ધ વેપારી કરશનભાઇ વશરામભાઇ વાળા સાથેતા.૩૦-૪-૨૩ થી તા. ૧૬-૧-૨૪દરમ્‍યાન લક્ષ્મી બોન્‍ડમિલ સરાકડીયાના પાટીયા પાસે અમર ટ્રેડર્સની સામેખાંભા જાફરાબાદ રોડ, ડેડાણમાં કરશનભાઈનેમોટા સરાકડીયા ગામના સંજયભાઈ બાલાભાઈ રાઠોડેવિશ્વાસમાં લઈ તેમની જાણ બહાર કરશનભાઈના બેન્‍કઓફઇન્‍ડિયા અમરેલી શાખાના બેન્‍ક એકાઉન્‍ટ નં, એટીએમનંઅનેસીવીવી નં. તથા એટીએમ પાસવોર્ડ મેળવી તેનોદુર ઉપયોગ કરી તેનાવડે યુપીઆઈ આઇડી બનાવી કરશનભાઈના બેન્‍ક ખાતામાંથી રૂપિયા ૮,૯૪,૪૦૯ મેળવી લઇ વિશ્વાસઘાત કરતા અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલીમાં અભ્‍યાસ કરતી યુવતિને ધમકી આપી પછાડી છેડતી કરી

અમરેલી કોલેજમાં અભ્‍યાસ કરતી યુવતિનેમાળીલા ગામના મહાવીરવાળા કલાસરૂમમાં અવાજ કરતોહોય. જેથી યુવતિ સામુજોતાતેના તેની નજર નીચે રાખવાનુંકહી બાદતે અંગેકોલેજમાં બીજીછોકરીઓ આરોપી બાબતે વાત કરી હતી. તે દરમિયાન યુવત આરોપી બાબતે બોલેજેઅંગે આરોપીને જાણ થઈ જતા સારૂ નહીં લાગતા કોલેજની લાયબ્રેરી પાસે આડો ઉભો રહી ગેરકાયદેસર અવરોધકરી યુવતિને કહેલ કે તુંશું મારી વાત કરતી હતી. તેમ કહેતા યુવતિને કહેલ કેહુંસોમવારે તનેઘરે જવા દેવી જેવી નહીં રહેવાદઉ તેવી ધમકી આપી ગુનાહિત ધમકી આપી યુવતિ તથા તેની બહેનપણી કોલેજમાં પરિક્ષા હોવાથી વાંચતાહતાં. તંદરમિયાન મહાવીર વાળાએ અગાઉનું મનદુઃખ રાખી કહેલ કે કલાસમાં પેપર આપવા આવજે હું જોઉ છું તું કેમ આવેછો.તેવું જણાવી ગાળોબોલી યુવતિ નજીક જઈ ગળુપકડી તથા બીજી વખત હાથપકડી બેવખત ધકકો મારી પછાડી દઈ યુવતિ અનેતેની બહેનપણીની છેડતી કરી ધમકી આપ્‍યાની અમરેલી સિટી પોલસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હદ પાર કરાયો

ભાવનગર રેન્‍જ આઈજી. ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની ચુંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માથાભારે વ્‍યકિતઓ તથા અગાઉ ગુનાઓમાં સંડોવાયેલ હોય તેવા શખ્‍સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળઅટકાયતી પગલા લેવા સુચના આપતા પીપાવાવ મરીન પોલિસ મથકના પી.એસ.આઈ. પી.બી.લકકડ દ્વારા રામપરા-૨ ગામે ગુનાઓ આચરતા હરસુર શાદુલભાઈ વાઘ રહે. રામપરા - ૨ ગામે તેમના વિરુધ્‍ધ પુરાવાઓ એકઠા કરી હદપારની દરખાસ્‍ત તૈયાર કરી પોલિસ અધિક્ષક અમરેલી મારફતે સબડિવિઝનલ બજવણી કરી અમરેલી, ભાવનગર, મેજીસ્‍ટ્રેટ રાજુલા તરફમોકલી આપતા આરોપીવિરુધ્‍ધ હદપારી હુકમની બજવણી કરી અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જીલ્લા બહાર હદ પાર કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:51 pm IST)