Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ઝાલાવાડમાં ૬ દિ'માં જ ૮ આરોપીઓ સામે પાસા

અગાઉ ૭ રીઢા આરોપીઓને જેલ હવાલે કરાયા હતા

વઢવાણ,તો ૨૪: અગાઉ જમીન પચાવી પાડવી, ખંડણી માંગવી, અપહરણ, લૂંટ, મારામારી, આર્મ્‍સ એકટ, દારૂ-જુગાર જેવા ગુનામાં એક કરતા વધુ વખત સંડોવાયેલા શખ્‍સો ૭ શખ્‍સો સામે પાસાની કાર્યવાહી કરાઈ હતી. જેઓને રાજયની વિવિધ જેલમાં હવાલે કરાયા છે. ત્‍યારે મારામારી અને ચોરી-લૂંટના એક કરતા વધુ ગુનામાં સંડોવાયેલા મૂળ ધંધુકા તાલુકાના બાજરડા ગામનો અને હાલ લીંબડીના ભોજપરામાં રહેતા હુસેન દોષમહોમદભાઈ મોરી સામે પાસાની દરખાસ્‍ત કરવા સુચના જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા દ્વારા આપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરે આ શખ્‍સની પાસાની દરખાસ્‍ત મંજુર કરી તેનું પાસાનું વોરંટ ઈસ્‍યુ કર્યુ હતુ. આથી એલસીબી પીએસઆઈ બી.એલ.રાયઝાદા સહિતની ટીમ દ્વારા વોરંટની બજવણી કરી હતી

(11:39 am IST)