Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

વાલસુરાના ભરતીકાંડનો આરોપી રાજસ્‍થાનથી ઝડપાઇ ગયો

જામનગર તા. ર૪ :.. બેડી મરીન પો. સ્‍ટે.ના એ પાર્ટ કલમ ૧ર૦ (બી), ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૮૪, ૧૧૪ મુજબના ગુનાના કામે વાલસુરા ખાતે નેવેલ ભર્તીમાં ફોર્ડના ગુનામાં નાસતો ફરતો આરોપી ઓમપ્રકાશ ઢાકા રહે. ભોજાશરડે ગામ તા. લક્ષ્મનગઢ જી. સીકર રાજય રાજસ્‍થાન વાળો હાલ સીકર જીલ્લા ખાતે છે તેવી બાતમી આધારે એક ટીમ બનાવી મોકલેલ જયાં ઉપરોકત ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસ તથા હ્યુમન સોર્સની મદદથી પકડી પાડી આરોપીને જામનગર બેડી મરીન પો. સ્‍ટે. ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પોલીસ ઇ. પી. પી. ઝા  સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો. સબ ઇ. કે. ડી. જાડેજા તથા પો. સબ. ઇ. વી. એસ. પોપટ તથા એ. એસ. આઇ. રઘુવીરસિંહ પરમાર તથા પો. હેડ કો. રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર તથા પો. કો. સંજયભાઇ પરમાર, હીતેશભાઇ મકવાણા, કલ્‍પેશભાઇ અઘારા, જયદીપસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, સાજીદભાઇ બેલીમ, વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(11:05 am IST)