Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

બાબરા લાઠી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રૂ ૨૧ કરોડના ખર્ચે રોડ રસ્‍તાઓ નવા બનાવશે : ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સફળ રજૂઆત

ડામર રોડ,સી સી રોડ,બ્રિજ, પ્રોટેક્‍શન વોલ,મોટાભાગના નોન પ્‍લાન રસ્‍તાઓનો સમાવેશ થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી

(મનોજ કનૈયા દ્વારા) બાબરા,તા. ૩૦ : લાઠી બાબરા ના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રોડ રસ્‍તાઓને પ્રાથમિકતા આપી બિસમાર રસ્‍તાઓ તેમજ સાત વરસથી નથી બન્‍યા તેવા માર્ગોને રિસફ્રેસિંગ તેમજ નોનપ્‍લાન રસ્‍તાઓ પણ મંજુર કરાવતા લાઠી અને બાબરા પંથકની જનતામાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે

  બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના માર્ગો રૂ ૨૧ કરોડના ખર્ચે રાજ્‍ય સરકારમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મંજૂર કરાવતા લોકોને વધુ રાહત મળી છે

  ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી અને બાબરા તાલુકાના રોડ રસ્‍તાઓ રાજ્‍ય સરકારમાંથી મંજુર કરાવ્‍યા છે તેમ  ઘુઘરાળા ગામે ૧.૩૬ કિલોમીટરનો સી સી રોડ ૧.૨૦ લાખના ખર્ચે તેમજ વલારડી ચમારડી પેવર તેમજ સી સી રોડ ૮૦ લાખ ચમારડી ગમાંપીપળિયા સી સી રોડ ૧.૨૦ લાખ,મોંણપુર વાવડી સી સી રોડ ૩૮ લાખ,લાઠી તાલુકાના પાંડરશીંગા ગામે એ-ોચ રોડ ૧.૫૦ કિલોમીટર સી સી રોડ, રૂ ૨૫ લાખના ખર્ચે તેમજ દામનગર ગારીયાધાર સ્‍ટેટ હાઇવેથી શાખપુર ખોડિયારપરા ને જોડતો માર્ગ ૧.૧૦ લાખના ખર્ચે સીસી રોડ બનશે બાબરા તાલુકાનાના સુખપર ગામનો ૧ કિલોમીટરનો સી સી રોડ ૮૦ લાખના ખર્ચ બનાવશે લાઠી તાલુકાના માલવિયા પીપળીયા ગામે ૧.૫૦ કિલોમીટરનો ૪૫ લાખના ખર્ચે સી સી રોડ બનશે  બાબરા તાલુકાના ખાખરીયા ગામે એપ્રોચ રોડ ૧.૨૦ લાખના ખર્ચે બનશે જરખિયા ગોવિંદપરા માર્ગ આશરે બે કિલોમીટરનો સી સી નોન પ્‍લાન માર્ગ રૂ ૧.૨૦ લાખના ખર્ચે બનશે દુધાળા એ-ોચ નોન પ્‍લાન એક કિલોમીટરનો રૂ ૧.૫૦ લાખના ખર્ચ બનશે બાબરા તાલુકાના વાવડા રાયપર માર્ગ આશરે ૩.૫૦ કિલોમીટરનો ૨.૯૦ લાખના ખર્ચે બનશે તેમજ ઘૂઘરાલા થી ચમારડી ગમાંપીપળીયા ને જોડતો માર્ગ ૨.૨૦ કિલોમીટરનો રૂ ૧ કરોડના ખર્ચે બનશે વાલપુર હાથીગઢ માર્ગ ૩.૨૦ કિલોમીટરનો રૂ ૨.૫૦ લાખના ખર્ચે બનશે ભાલવાવ વાવડીરોડ જિલ્લા હદ લાઠી ગારીયાધાર તાલુકાને જોડતો માર્ગ ૩ કિલોમીટરનો ૨.૨૦ લાખ ના ખર્ચ બનાવશે કળષ્‍ણગઢ એપ્રોચ રોડ ૪૦ લાખના ખર્ચે તાલુકાનાના નિલવળા ગામે માઈનોર બ્રિજ રૂ ૫૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે ટાઈવદર ગામે ઓવેર બ્રિજ રૂ ૧.૧૦ લાખના ખર્ચે સુકવળા ગામે માઈનોર બ્રિજ રૂ ૬૦ લાખના ખર્ચે હરસુરપુર વાંડળીયા માર્ગમાં માઇનોર બ્રિજ ૧.૧૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે

   બાબરા અને લાઠી તાલુકાનાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંમ રોડની સુવિધાઓ પુર પ્રોટેક્‍શન વોલ ની સુવિધાઓ તેમજ બ્રિજ બનતા સમગ્ર જનતામાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

(1:16 pm IST)