Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

જામજોધપુર પંથકમાં ફરી વરસાદી માહોલ : ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા. ૯: જામજોધપુર પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્‍યો છે. શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો છે વરસાદ પડતા રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યા છે ગઈકાલે સાંજના ૬ વાગ્‍યાં થી ૮ વાગ્‍યા સુધીમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો છે અને રાત્રેᅠ ૮ થીᅠ ૧૦ ના સમયગાળામાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે ટોટલ ચાર કલાકમાં ૩૪ મીમી વરસાદ નોંધાયો છે.

(11:18 am IST)