Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજકોટનાં સોની બજાર ભીમજીભાઈની શેરી સ્થિત પરમેશ્વરી હબ નામની બિલ્ડીંગ માં લાગી ભયાનક આગ, ધુવાણા ના ગોટે ગોટા જોવા મળ્યા, આગ ક્યાં કારણે લાગી તેની વિગતો મેળવાઈ રહી છે, બે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ભુજ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનના કરાયેલ આહ્વાન ને પગલે BSF દ્વારા લોક જાગૃતિ અંતર્ગત ભુજ મધ્યે બાઈક રેલીનું આયોજન કરાયું હતું, "હર ઘર તિરંગા' ના સંદેશ સાથે આજે સીમા સુરક્ષા દળ દ્વારા ભુજના મુન્દ્રા રોડ થી એક તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બાઈક રેલીમાં 100 BSF ના જવાનોએ ભાગ લીધો હતો, બાઈક રેલીને કમાન્ડેટ શ્રી રાજકુમાર નેગીએ લીલી ઝંડી આપી હતી. (વિડીયો : વિનોદ ગાલા, ભુજ)

વિડીયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને વેગ આપતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડના દિગ્ગજ સંગિતકાર પંકજ ભટ્ટ - જાણીતી પ્લેબેક સિંગર ચૈતાલી છાયા અને લોકગાયક નારાયણ ઠાકર નું ''મેરા સ્વાભિમાન તિરંગા - હર ઘર તિરંગા'' આલ્બમ યુ-ટયુબ ઉપર મચાવી રહ્યુ છે ધૃમ