Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

યુનિવર્સિટીમાં એકચક્રી શાસનનો અંતઃ રાજ્‍ય સરકાર તમામ યુનિવર્સિટીમાં કુલપતિ-કુલનાયકની જગ્‍યા ભરશે

કુલપતિ અથવા કુલનાયકમા એક સ્‍થાનિક બીજા બહારના મુકવામાં આવશે

રાજકોટ, તા. ૧૮ :. ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીએ સત્તા સંભાળ્‍યા બાદ ખરા અર્થમાં સૌનો સાથ સૌનો વિકાસ' થાય એવા કદમો ઉઠાવ્‍યા છે. બોર્ડ નિગમમાં નિમણૂકોની સાથે હવે યુનિવર્સિટીમાં ખાલી રહેલી જગ્‍યા પર શૈક્ષણિક પ્રતિભાને મુકવાની હીલચાલ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્‍યની અનેક યુનિવર્સિટીમાં કુલપતિની પસંદગી કરી અન્‍ય કુલનાયક કે સિન્‍ડીકેટ સદસ્‍યોની નિમણૂક કરવામા આવતી ન હતી પરિણામે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સહિતના કુલપતિઓએ પોતાના એકચક્રી શાસનમાં અનેક લાગવગીયાઓની ભરતી કરી છે. પરીક્ષા તેમજ બાંધકામમાં વ્‍યાપક ગોલમાલ તેમજ ભાજપ સંકલનના નિર્ણયનો ઉલાળ્‍યો કરી રીતસર ભાજપ મોવડી મંડળને લલકાર્યુ હતું.

આ સંજોગોમાં હવે રાજ્‍યની તમામ યુનિવર્સિટીમાં કુલપતિના એકચક્રી શાસનનો અંત આણી કુલનાયક અને સિન્‍ડીકેટ સભ્‍યોની ખાલી જગ્‍યા તુરંત ભરવામાં આવશે.

આગામી ફેબ્રુઆરી માસમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે ત્‍યારે તેના અનુગામી કોણ ? જેની અટકળો યુનિવર્સિટીમાં ચાલી રહી છે.

(11:37 am IST)