Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અધિકારી-પદાધિકારીઓ જ પાન-ફાકીના બંધાણીઃ કેમેરામાં દેખાય તો દંડ કરોઃ સાગઠીયા

પાન, ફાકી કે ગુટખા ખાઇ થુંકનારને રૂ. ૧૦૦ના દંડનું જાહેરનામું માત્ર કાગળ પર જ રહેશે?: વિપક્ષી નેતાના આક્ષેપો

રાજકોટ, તા., ૧૮:  મહાનગર પાલીકા દ્વારા સ્વચ્છ શહેર અભિયાન હેઠળ લેવાનારા તમામ નિર્ણયોને અભિનંદન સાથે આવકારીએ છીએ પરંતુ ખાડે ડુચા અને દરવાજા મોકળા જેવો તાલ હોય તો તેની સામે અમારો સખ્ત વિરોધ છે. મહાનગર પાલીકાના કમિશ્નરે જાહેર માર્ગો જોવાલાયક સ્થળો, બાગ બગીચા સહીતના સ્થળો પર પાન, ફાકી કે ગુટખા ખાઇ થુંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા સામે રૂ. ૧૦૦નો દંડ વસુલ  કરવાની સુચના બાદ ૩૬ કલાક બાદ કોઇને પણ દંડ કરેલ નથી. તમ સતાવાર સુત્રો જણાવ્યું  વિપક્ષી નેતાઓ વાઘેલા જણાવ્યુંછે માહિત મુજબ

આ અંગે વિપક્ષી નેતાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે સેન્ટ્રલ ઝોનમાં કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા ફરીયાદ સેલ કોંગ્રેસ મહામંત્રી ભાવેશ પટેલ હાઉન્ડ મારતા જ મનપાની પોલ ખુલ્લી પડી હતી કમિશ્નરની બગલમાં જ જયા કચેરી છે ત્યાં જ ઠેર-ઠેર પાનની તાજી પિચકારીઓ જોવા મળ્યા હતા મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ જ પાનના બંધાણી છે તો આવા અધિકારી-પદાધિકારીઓ કેમેરામાં કેદ થાય તો રૂ. ૧૦૦ નહિ રૂ.પ૦૦ દંડ વસુલો અને પ્રથમ ગામમાં ચેકીંગ કરવાને બદલે મનપાની સેન્ટ્રલ ઇસ્ટ વેસ્ટ ઝોનમાંથી દંડ શરૂ કરવા માંગ કરવામાં આવી છ.ે

તંત્ર દ્વારા થોકબંધ જાહેરનામાઓ છે જ પરંતુ તેમાના ઘણા જાહેરનામા માત્ર કાગળ પર છે અને આ જાહેરનામાનું સુરસુરીયું થઇ જાય તો નવાઇ પામવા જેવું નથી. કારણ કે સરકારી કચેરીમાં ધ્રમપાન પરનો પ્રતિબંધની અમલવારીમાં મનપા માયકાંગલું પુરવાર થયું છે અને જો અધિકારીને આ જાહેરનામાની કડક અને ચુસ્તપણે અમલવારી કરવાની તંત્રને દાનત હોય તો જેજે સતા આપી છે તે દરેકને ટાર્ગેટ આપવાની જરૂર છે લોકો ફલેટ ધારકો, કર્મી. ઓ જાહેરમાં ગંદકી ફેલાવે છે એઠવાડ, કચરો જાહેરમાં ઉડાડતા લોકો દેખાતા નથી અને દંડ વસુલાતો ન હોય તો આ જાહેરનામું કાગળ પર રહેવાની આશંકા વિરોધપક્ષના નેતાએ દર્શાવી છે.

(4:26 pm IST)