Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

લોહાણા નાતજમણ અંતર્ગત આમંત્રણ રેલીનો પ્રારંભ

વિવિધ વિસ્તારોમાં ફરી રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલયે સમાપન

રાજકોટ, તા. ૧૮ : આગામી ૨૨મીના પૂ. વીરદાદા જશરાજના શહીદ દિને રઘુવંશી પરિવાર દ્વારા આયોજીત સમગ્ર લોહાણા નાત - જમણ - મહાપ્રસાદ અંતર્ગત આજે આમંત્રણ રેલીનું આયોજન થયુ છે. જે આજે બપોરે ૩:૧૫ વાગ્યાથી રઘુવંશી કાર્યાલેથી શરૂ થઈ ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીંબડા ચોક, હરિહર ચોક, જયુબેલી ચોક, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, પેલેસ રોડ, કેનાલ રોડ, એસ. ટી. બસ સ્ટેન્ડ, ત્રિકોણબાગ, ડો. યાજ્ઞિક રોડથી રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલયએ પૂર્ણ થશે.

તા.૨૦ના શનિવારે રઘુવંશી સમાજના તમામ માટે સહ પરિવાર માટે દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યુ છે. જયારે ''નારી તુ નારાયણી'' કાર્યક્રમ યોજાયો. જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. રઘુવંશી નાતજમણમાં મહારકતદાન કેમ્પનું પણ આયોજન થયુ છે. આયોજનમાં ૧ હજારથી વધુ કાર્યકરોની ટીમ કાર્યરત છે.

(4:46 pm IST)