Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અમુક સરકારી પેન્શનરોને પોતાની જ બંેકોમાંથી પેન્શન લોનો મળતી નથી

ટ્રેઝડી- કોમેડી જેવો એક પેન્શનરનો અનુભવ

તંત્રીશ્રી

 આશરે આઠેક વરસ પહેલાં હું એક ગ્રાન્ટેડ સ્કુલમાં નોકરી કરતો હતો.  એ વખત થી હું  S.B.I.ની ઢેબર રોડ બ્રાંચમાં સેવિંગ્ઝ એકાઉન્ટ  ધરાવું છું. જેથી સરકાર મને આ બેન્ક મારફત પગાર ચુકવતી હતી. નિવૃત થયા પછી હું આ બ્રાંચ દ્વારા જ પેન્શન મેળવું છું 

એકાદ મહિના પહેલા મેં મારી અગાઉની પહેલી લોન પુરી થવામાં હોઇ મેં ફરીથી બીજીવાર પેન્શન લોન  મેળવવા ઇચ્છા જણાવી બેંક તરફથી બીજીવાર પેન્શન લોન મળી શકે છે. મારી પાસબુક જોઇને મને કહેવામાં આવ્યું કે તમે જરૂરી ડોકયુંમેટ્સ પુરા પાડશો એટલે ચાર પાંચ દિવસમાં બે લાખ રૂપિયા પેન્શન લોન તમને મળી જશે.

 જેથી હું પેન્શન લોનની કામગીરી સંભાળતા શ્રી શર્માજીને મળ્યોઃ તેઓએ મારી સર્વિસ બુક જોઇને મારા તથા એક પ્રોપટીવાળા ગેરંટરનાં જરૂરી દસ્તાવેજો લાવવા જણાવ્યું ગેરંટર તરીકે મેં આશરે દશ લાખ રૂપિયાની કિંમતવાળા  બે કર્વાટરોનાં માલિકને બેન્કે સુચવેલાં ડોકયુમેન્ટસ સાથે શર્માસરની સાથે મુલાકાત કરાવી. રામજાણે શ્રી શર્માને આ ગેરંટરમાં મઝા ન આવતા  પ્રોપટીવાળા બીજા કોઇપણ ગેરંટરને લાવવા જણાવ્યું

 મેં અઢી એકર ખેતરનો માલિક કે જેની પ્રોપટીની કિંમત પુરા ૫૦.ક રૂપિયા ગણાય તેવો બીજા જામીનની પુરેપુરા ડોકયુમેન્ટ્સ સાથે રૂબરૂ બોલાવી શ્રી શર્માની મુલાકાત કરાવી. કોણજાણે કેમ આ બીજા ગેરંટરમાં પણ શર્માસરને મજા ન આવી. હવે મને કેમ પણ શંકા પડી કે અભાવ નડે છે. 

 શર્માજીને ઓછી ફાવટ હોવાથી મારી શંકાનું સમાધાન થયું કારણકે તેઓશ્રીએ હવે ત્રીજા જામીન તરીકે મને કોઇ નોકરીયાત અથવા સરકારી પેન્શનરને જરૂરી દસ્તાવેજો સાથે રજુ કરવા કહયું હવ.ે હું પણ થોડોક મુંજાયો. કારણકે નોકરી પુરી થયા પછી મોટાભાગનાં નિવૃતો મિત્રો સાથે ધીમે- ધીમે સંપર્કો ઓછા કરતા જાય છે. 

 મારે લોનની જરૂર હોવાથી શર્માજીએ જણાવ્યાનુસાર ત્રીજા જામીનને શોધવા વિચારોનાં ઘોડાઓ દોડાવ્યા વિના છુટકો ન હતો.

 બહોળા મિત્રવર્તુળનાં કારણે સંેટ્રલ બંેકના એક નિવૃત મિત્ર યાદ આવી ગયા.  શર્માજીએ જણાવ્યા પ્રમાણેનાં બધાજ ડોકયુમેન્ટ સાથે આ ત્રીજા ગેરંટરની પણ બેંક રૂબરૂ મુલાકાત ગોઠવી દીધી. લાગતું હતુ કે હવે શ્રી શર્માજીએ મને પેન્શન લોન આપવી જ પડશે.

ત્રીજા પેન્શનર ગેરંટરથી શર્માના ચહેરા થોડોક સંતોષ જણાયો. જેથી મને પણ હવે થોડીક નિરાંત થઇ કે હાશ, હવે મારો લોનકેસ ૧૦૦ % સુધરી જશે.

 શ્રી શર્માજી હવે મને લોન આપવા  બાબતે પ્રોસિજરનાં શ્રી ગણેશ કર્યા? ત્યાર પછી  દર બે પાંચ દિવસે હું શમાસરને અવારનવાર મળતો રહયો. ગામ માધાપરથી એસ.બી.આઇની  ઢેબરરોડ બ્રાંચ વારંવારના ધકકાનાં અંતે શર્માસર તરફથી ફિકસ અને ફાઇનલ કરેલો એક સરખો જ જવાબ મળતો રહયો. '' આપકે લોન કેશ મેં સ્કોર નહિં મિલ રહે હેઃ'' તેઓશ્રી મને પુરેપુરી બે લાખની લોન કરી આપવા મથામણ કરતા હોય તેવું લાગ્યું મારી કંઇક ખામીના કારણે કદાચ સ્કોરનું જોઇએ તેવું મેળવણું નહિં થતું હોય એકાદ મહિનાનાં અપ -ડાઉનનાં અંતે હું થાકયો અને કંટાળ્યો પણ ખરો.

વચ્ચેનાં સમયગાળામાં મેં આ સાહેબને જણાવ્યું '' સર મંે આપકી ગુડ ફિલિંગ્ઝ કો બહુત અચ્છી તરહ સે સમઝ શકતા હું. પ્લીઝ, મહેરબાની કરકે આપ ઐસા કરીયે કિ લોન એમાઉન્ટ (રકમ) ઘટાતે ઘટાતે બારબાર સ્કોર મિલાતે રહો. મેરે કો જયાદા રકમ દેનેકી ચિંતા છોડો. અગર મેરે કો માસિક પેન્શન કી રકમ મિલતી હે ઉતની પેન્શન લોન મિલેગી તો ભી મેં સંતોષ માન લુંગા ! '' છતાંપણ મારી પેન્શન લોનમાં શર્માસર સ્કોર ન મેળવી શકયા તે  ન જ મેળવી શકયા. અંતે જણાવ્યું '' આપ  કો પેન્શન લોન નહિં મિલ રહા હે'' મારા તથા મારા ગેરંન્ટરના મનમાં અનેક જાતના પ્રશ્નાર્થો અને શંકાકુશંકાઓ વચ્ચે મારા આ પેન્શન લોન કેશનો નિરાશાજનક રીતે અંત આવ્યો.

  આજથી લગભગ ૨૦૧૩/૧૪માં શ્રી અંજારીયાએ ગેરંટરને એકેય ધક્કો ખવડાવ્યા વિનાં સહેલાયથી અને તરતજ મને પુરા એક લાખની લોન પાસ કરાવી આપેલી. ત્યારે કેન્દ્ર કોંગ્રેસની સરકાર હતી. ૨૦૧૭/૧૮માં કેન્દ્રમાં ભાજપની સરકાર છે. હવે સરકારે બેન્કના નિયમો કડક કર્યા છે કે તેની નિતી બગડી છે?? કંઇક અજુગતું અસમંજસ છે.

  અમરશી પંચાસરા, રાજકોટ

(નિવૃત માધ્ય. શિક્ષક)

(4:24 pm IST)