Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ડોગફન પાર્ટીમાં શ્વાનો કેટવોક કરશે

લક્કી ડોગ્સ દ્વારા ર૧મીએ યોજાનાર ડોગફન પાર્ટીમાં ડોગની મોડેલીંગ લાઇવ ફોટોગ્રાફી : ફેશન-શો

રાજકોટ, તા. ૧૮ : અહીં ખાતે તા. ર૧ જાન્યુઆરી ર૦૧૮ના રોજ કાલાવડ રોડ ઉપર ડીઝમી લેન્ડ ખાતે બપોરે ૩ થી રાત્રે ૮ વાગ્યા સુધી એક ભવ્ય અને પારિવારિક મનોરંજન માટે અને પાલતુ શ્વાન ધારકો માટે એક ખાસ પ્રકારની ડોગ ફન પાર્ટીનું આયોજન કરેલ છે. આ ડોગ પાર્ટીમાં લકી ડોગના આયોજકો વિમલભાઇ ગોહેલ, વિશાલ કટ્ટા, આશિષભાઇ ધામેચા અને કૌશિકભાઇ માવદીયા દ્વારા પાલતુ શ્વાન માટે અને તેના માલિકો માટે પોતાના શ્વાન અને પરિવારે સાથે મળીને એક અલગ જ અને અદભૂત આનંદ માની શકે તે માટે આ ડોગ ફન પાર્ટીનું આયોજન કરેલ છે. અત્યાર સુધીના થયેલા શો માં એક પહેલો એવો શો છે જયાં શ્વાન એક માણસની જેમ રવિવારની મોજ માણી શકશે.

આ આયોજનમાં બાળકો અને પરિવારના આનંદ અને શ્વાનને અલગ જ રૂપમાં નિહાળવા માટે એક ડોગ ફેશન શોનું આયોજન કરેલ છે તે ઉપરાંત ડોગ માટેની એક સ્પેશીયલ સ્વીમીંગ પુલ પાર્ટી અને સાથે એક લાઇવ ડોગ મોડેલીંગ ફોટોગ્રાફી પણ રાખેલ છે.

ડોગ પુલ પાર્ટી

શું તમે કયારેય તમારા શ્વાનને સ્વીમીંગ પુલમાં આનંદ કરતા જોયો છે ? તમારા શ્વાનને પાણીમાં છબછબીયા કરતા જોયો છે ? શું તમને ખ્યાલ છે કે શ્વાનને સ્વીમીંગ કરવાથી શું ફાયદા થાય ? તો આ પાર્ટીમાં આપણા શ્વાન એ અચૂક લઇ આવો.

પુલ પાર્ટીમાં ર અલગ અલગ પુલ છે જેમાં એક પુલમાં શ્વાન પાણીમાં રમકડા સાથે રમવા માટે અને બીજામાં શ્વાનને હર્બલ થેરાપી સ્પા મળે તે માટે સ્પેશીયલ પુલ બનાવેલ છે. જયાં બધા શ્વાન ડીજે સંગીત સાથે પાણીમાં ધુબાકા મારશે અને શ્વાન માલિકો આ સોનેરી તકને રૂબરૂ નિહાળી શકશે.

 ડોગ ફેશન શો

આમ તો માણસના ફેશન શો તો બધાઓ જોયા હશે પણ શ્વાન માટે પણ એક સુંદર ફેશન શો રાખેલ છે

જેમાં દરેક શ્વાન માલિકો પોતાની ઇચ્છા મુજબ પોતાના શ્વાનને અલગ અલગ જાતના કપડા પહેરાવી સુંદર સ્ત્રીની જેમ તૈયાર કરી અને એક સુંદર રૂપમાં ત્યાં ભાગ લેશે.

જેમાં દરેક શ્વાન માલિકો સ્ટેજ પર પોતાના તૈયાર કરેલા સુંદર શ્વાનને લઇને રેમ્પ વોક કરાવશે જેમ માણસના ફેશન શોમાં મોડેલ રેમ્પ પર વોક કરે તે રીતે દરેક શ્વાન તેની અદામાં પોતાનું રૂપ નીખારસે.

ભાગ લીધેલ બધા શ્વાનમાંથી સૌથી સારા તૈયાર કરેલ શ્વાનને રેન્કિંગ આપવામાં આવશે. જેમાં જીતેલ શ્વાનને અદ્દભુત ગીફટ આપવામાં આવશે.

 લાઇવ ડોગ મોડેલીંગ ફોટોગ્રાફી

આટલા બધા સુંદર આયોજનમાં એક અલગ આયોજન પણ રાખેલ છે જે આ ખુશીની પલને હમેશા આપની યાદ ગીરી માટે આ શોમાં એક લાઇવ મોડેલીંગ ફોટોગ્રાફીનું આયોજન ગોઠવેલ છે

જેમાં દરેક શ્વાન પ્રેમીઓ પોતાના શ્વાન સાથે અલગ અલગ અદાઓમાં પોતાના શ્વાન સાથે ફોટો પડાવી શકશે. અને આ ફોટો તુરંત જ ત્યાં આપી દેવામાં આવશે. (લાઇવ ફોટોગ્રાફી એ દરેકે પોતાના સ્વ ખર્ચે કરવાની રહેશે) આટલો બધો આનંદ એક સાથે અને આપણા શ્વાન સાથે મેળવવા અવશ્ય તમારા ડોગની જલ્દીથી નોંધણી કરાવી લો. નોંધણી માટે અને આયોજન ને લગતી વધુ માહિતી માટે લકી-ડોગ્સ-અમીન માર્ગ, ગંગા હોલ સામે, રાજકોટ-૭૮૭૮૩ પપપપ૭ લકી- ડોગ-જયનાથ હોસ્પીટલની બાજુમાં ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ૭૬૦૦૦ ૮૧૦પર લકી ડોગ્સ ટ્રેનીંગ હોસ્ટેલ-રૈયા રોડ ગામ રાજકોટ-૭૬૦૦૦ ૮૧૦પ૦-૭૬૦૦૦ ૮૧૦પ૧ વગેરેનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

ડેનીસ કોફીબાર-ડીઝમી લેન્ડ, કાલાવડ રોડ રાજકોટ-૯૯ર૪ર ૧૪૬પ૭

(4:19 pm IST)