Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સામા કાંઠે પ્રજાસત્તાક પર્વની ભેટઃ બગીચાઓનું લોકાર્પણ

બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન દેવુબેન જાદવના પ્રયત્‍નો સફળ

રાજકોટ તા. ૧૮: કોર્પોરેશન દ્વારા ર૬ જાન્‍યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં. ૦૬માં બગીચાનું ખાતમુહુર્ત તા. ર૦ના રોજ સવારે ૯-૩૦ કલાકે સિલ્‍વર નેસ્‍ટ સોસાયટીને લાગુ પ્‍લોટ આર.એમ.સી. ઇસ્‍ટ ઝોન કચેરી સામેનો રોડ તથા લોકાર્પણ સવારે ૧૦ કલાકે કબીરવન સોસાયટી લાગુ આરોગ્‍ય કેન્‍દ્રની બાજુમાં સંતકબીર રોડ ખાતે રાખેલ છે. આ બગીચાનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરિયાના હસ્‍તે થશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો. જૈમન ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા દેવુબેન જાદવ તથા મનસુખભાઇ જાદવ આપશ્રીને હાર્દિક નિમંત્રણ આપીએ છીએ. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ભીખાભાઇ વસોયા, નિતીનભાઇ ભારદ્વાજ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, કિશોરભાઇ રાઠોડ તથા પ્રેરણાદાયી ઉપસ્‍થિતિ તરીકે મોહનભાઇ કુંડારીયા, ધનસુખભાઇ ભંડેરી, અરવિંદભાઇ રૈયાણી, અંજલીબેન રૂપાણી, કમલેશભાઇ મીરાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, દંડક રાજુભાઇ અઘેરા, મુકેશભાઇ રાદડીયા, દલસુખભાઇ જાગાણી, સમજથુબેન કળોતરા, પરેશભાઇ પીપળીયા, ઘનશ્‍યામભાઇ કુંગશીયા, દુષ્‍યંતભાઇ સંપટ વગેરે ઉપસ્‍થિત રહેશે.

 

 

(5:01 pm IST)