Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ભવિષ્યમાં ફાયદોઓનો લાભ ઉઠાવવો 'રેરા' નું લાયસન્સ લેવુ હિતાવહઃ ડો.સંજયભાઈ ચતુર્વેદી

ક્રેબાઈની નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેતુ રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસો.

રાજકોટ,તા.૧૮ : ક્રેબાઈ દ્વારા મુંબઈ સહારા સ્ટાર હોટલમાં યોજાયેલ નેશનલ કોન્ફરન્સમાં ઓલ ઓવર ઈન્ડિયામાંથી  ે રીઅલ એસ્ટેટના અંદાજે ૧૬૦૦થી વધુ ચેનલ પાર્ટનર હાજર રહેલ.

રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટસ ઓસોસીએશન મેમ્બર્સના સાવનભાઈ વોરા, જસ્મીન શેઠ, કેતન મહેતા, મુંજાલ ચૌહાણ, અર્પીત શાહ, નીરજભાઈ ખંભાતી તથા તુષાર મહેતા આ સેમીનારમાં ભાગ લીધેલ.

આ કાર્યક્રમમાં ક્રેબાઈના લીગલ એડવાઈઝર ડો.સંજયભાઈ ચર્તુવેદીએ જણાવેલ કે હવેના સમયમાં દરેક પ્રોપર્ટી કન્સલ્ટન્ટે ભારત સરકારના આદેશ મુજબ રેરાનુ લાયસન્સ લેવુ જરૂરી છે. જેના ભવિષ્યમાં ઘણા ફાયદાઓ થઈ શકે છે.

ડો.નીરંજન હિરાનંદનીએ પોતાની યશોગાથા વર્ણવતાં જણાવેલ કે પ્રોપર્ટી માર્કેટમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટનો એપ્રોચ હાલના સમયમાં ખુબ જ જરૂરી છે.

આ સેમીનારમાં અતીથી વિશેષ તરીકે ફીલ્મ અભિનેતા જે.કી.શ્રોફ તથા રોહીત શેટીએ ખાસ હાજરી આપેલ આ ઉપરાંત જાણીતા બિલ્ડર અને નારડેકોના પ્રેસીડન્ટ ડો.નીરંજન હિરાનંદાની તેમજ કલ્પતરૂ ગ્રુપના માફોતરાજ મુનોથ તેમજ વિજયભાઈ વાધવા (વાધવા ગ્રુપ) તેમજ આર્કિટેકટ વિવેક ભોલે, એડવોકેટ અનીલ હરીશ, અમીત મહેતા, તેમજ સાંઈ એસ્ટેટ ગ્રુપના પ્રમોટર અમીત વાધવાની તેમજ અરીહંત ગ્રુપના અશોક છાજેરએ ખાસ હાજરી આપેલ.

ઉપરાંત અલગ અલગ જગ્યાએથી રાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા ૩૪ એસોસીએશનના મેમ્બર ઉપસ્થીત રહીને આ કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવેલ છે.

આ નેશનલ કોન્ફરન્સમાં ભાગ લીધેલા RPCA કમિટી ફોન નં.(૦૨૮૧) ૨૪૬૬૬૬૫ મેમ્બરોને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહયા છે.

(3:17 pm IST)