Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

૭પ નગરપાલિકાઓમાં ૧૦ ફેબ્રુઆરી આસપાસ મતદાનઃ ચૂંટણી જાહેર થવાની તૈયારી

રાજકોટ, તા. ૧૮ : સૌરાષ્ટ્રની ૩૦ થી વધુ સહિત ૭પ નગરપાલિકાઓમાં આવતા મહિને ચુંટણી આવી રહી છે. આજે અથવા કાલે ચુંટણી કાર્યક્રમ જાહેર થાય તેવી પ્રબળ સંભાવના છે ૧૦ ફેબ્રુઆરી આસપાસ મતદાન યોજાવાના નિર્દેષ મળે છે. સામાન્ય રીતે ચૂંટણી પંચ મતદાન માટે રવિવારે પસંદ કરે છે. સમય-સંજોગો જોતા ફેબ્રુઆરીમાં તા. ૧૦ અને ૧૭ મીએ રવિવાર આવે છે જેમાં ૧૦ ફેબ્રુઆરી અથવા તેની નજીકની જ કોઇ તારીખે મતદાન થાય તેવા સંજોગો ઉજ્જવળ છે. ૭પ નગર પાલિકાઓ ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી પણ સાથે જ થશે.

(5:12 pm IST)