Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

'મૃત્યુનું રહસ્ય અને બારદો થેરાપી' : ઓશો વાટીકામાં ચાર દિવસીય શિબિરનો સાંજથી પ્રારંભ

રાજકોટ તા. ૧૮ : કાલે ઓશો નિર્વાણ  દિવસ હોય તેમના દ્વારા શિખવવામાં આવેલ ધ્યાન પ્રયોગો તેમજ મૃત્યુ વિષે તેઓએ કરેલ વર્ણનોથી સૌને માહીતગાર કરવાના હેતુથી રાજકોટના કાલાવડ રોડ ઉપરની ઓશો વાટીકામાં આજથી ચાર દિવસીય ધ્યાન શિબિરનો પ્રારંભ થયો છે.

આ શિબિરનું સંચાલન સંભાળનાર સ્વામી સત્યધર્મ (ડો. બી. કે. ધડુક) એ જણાવેલ કે ઓશો પોતે જ આનંદ પૂર્ણ જીવન જીવીને મૃત્યુ વિષે પણ આપણને માર્ગદર્શન આપતા ગયા છે. તેઓ કહી ગયા છે કે જીવનને આનંદપૂર્ણ ઉત્સવપૂર્ણ બનાવો. મૃત્યુની ઘડીને પણ સહજભાવે સ્વીકારો. વિદાય સમયે વિરહ નહીં હર્ષ વ્યકત કરો.

બસ આજ બાબતને લઇને આ ચાર દિવસીય શિબિરનું આયોજન થયુ છે. 'મૃત્યુનું રહસ્ય અને બારદો થેરાપી' શીર્ષક વિષે પ્રકાશ પાડતા તેઓએ જણાવેલ કે મૃત્યુનાં રહસ્યને જાણવું ખુબ જરૂરી છે. એ માટે બારદો થેરાપી કે જે તીબેટમાં વિકસી છે અને ખુદ ઓશો તેના પ્રયોગો જણાવતા ગયા છે. આ થેરાપીનો ઉપયોગ પુરા વિશ્વની હોસ્પિટલોમાં પણ માં મનીષા (પુના) ના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યો છે.

અંમિત પળોએ વ્યકિતએ શું ખ્યાલ રાખવો તેનું માર્ગદર્શન આ ઓશો વાટીકાની શિબિરમાં અપાશે.

કાલાવડ રોડ, બાલાજી ફેકટરીની સામે, વાગુદડ રોડ, રાજકોટ ખાતે આજે તા. ૧૮ ના સાંજથી આ શિબિર શરૂ થશે અને તા. ૨૧ ના સમાપન થશે. શિબિરમાં જોડાવા કે વધુ માહીતી માટે મો. ૯૯૭૮૪ ૮૦૮૨૯ અને મો.૯૮૯૮૯ ૮૦૪૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં શિબિર સંચાલક સ્વામી સત્યધર્મ (ડો. બી. કે. ધડુક મો.૯૮૨૫૩ ૨૭૦૦૮) અને તેમની સાથે સહયોગમાં રહેનાર માં ધ્યાન રસીલી (જીજ્ઞા) અને માં ધયન પ્રીતી (મયુરી) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:09 pm IST)