Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાજકોટ-લોધિકા સંઘમાં સૌથી વધુ સમય ચેરમેન રહેવાનો નીતિન ઢાંકેચાનો વિક્રમ

આજે સતત ૭મી વખત સુકાની તરીકે ચૂંટાશે

રાજકોટ તા. ૧૮ :.. સહકારી ક્ષેત્રે એશીયા કક્ષાએ નામના ધરાવતા રાજકોટ લોધિા સહકારી ખરીદ વેચાણ સંઘના સુકાનીઓની ચૂંટણી આજે સાંજે ૪ વાગ્યે યોજાયેલ છે. જેમાં ચેરમેન તરીકે નીતિન ઢાંકેચા અને વાઇસ ચેરમેન તરીકે મનસુખ સરધારા બિનહરીફ ચૂંટાવાનું નિશ્ચિત છે. બન્ને આવતા અઢી વર્ષ માટે ચૂંટાશે રા. લો. સંઘમાં સળંગ સૌથી વધુ સમય માટે સુકાન  સંભાળવાનો વિક્રમ નીતિન ઢાંકેચાના નામે નોંધાશે.

નીતિન ઢાંકેચા સૌ પ્રથમ ૧૯૯૮ માં રા. લો. સંઘના ચેરમેન બનેલ ત્યારથી  આજપયંત ર૦ વર્ષથી યથાવત છે. અગાઉ ૬ વખત ચૂંટાયેલ. આજે ચેરમેન તરીકે સતત ૭ મી વખત ચૂંટાવાનો રસ્તો ખૂલતા તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૪ર૬૯ ૧૧૧૦૧) થઇ રહી છે.

એક નઝર ઇધર ભી

સફળતા વ્યકિતનો પરિચય દુનિયાને કરાવે છે અને નિષ્ફળતા દુનિયાનો પરિચય વ્યકિતને કરાવે છે.

(12:01 pm IST)