Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

માધાપર ચોકડી પાસે રહેતાં બ્રાહ્મણ યુવાને ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૧૮: માધાપર ચોકડી નજીક ગોકુલ મથુરા પાછળ દેવપુષ્પા એપાર્ટમેન્ટમાં રહેતાં રાજન હરિશભાઇ મહેતા (ઉ.૨૨) નામના બ્રાહ્મણ યુવાને ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

રાજન મીનરલ વોટર સપ્લાયનું કામ કરે છે અને એક બહેનથી નાનો છે. તેણે આ પગલું શા માટે ભર્યુ? તે અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ખુશ્બુબેને તપાસ હાથ ધરી હતી.

તુલસીભાઇ અને વિપુલે ફિનાઇલ પીધું

માંડા ડુંગર પાસે નાગબાઇ સોસાયટી-૨૭માં રહેતાં તુલસીભાઇ ડાયાભાઇ મકવાણા (ઉ.૪૦) નામના મોચી યુવાનએ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. પોતે કલરકામ કરી ગુજરાન ચલાવે છે. પત્નિ સાથે ચડભડ થતાં આ પગલું ભર્યાનું તેણે જણાવ્યું હતુ. જ્યારે બીજા બનાવમાં રામનાથપરા-૫માં રહેતાં વિપુલ રવજીભાઇ દેલવાડીયા (ઉ.૩૦)એ રામનાથપરા પુલ પાસે ફિનાઇલ પી લેતાં તેને પણ સિવિલમાં ખસેડાયો હતો.

પોપટપરાના અનવરે જંકશન રોડ પર ઝેર પીધું

પોપટપરા-૧૪માં રહેતો અનવર જુસબભાઇ રાજા (ઉ.૨૩) સાંજે આઠેક વાગ્યે જંકશન રોડ પર ગેબનશા પીર દરગાહ ચોકમાં ઉંદર મારવાની દવા પી જતાં સિવિલમાં ખસેડાયો હતો. જો કે રાત્રે જ રજા લઇ લીધી હતી. આ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

(10:22 am IST)