Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

નુડલ્‍સ, પાસ્‍તા, રાઇસ, મંચુરીયન, ચીલી સોસ, ચટણી, ડેરી પ્રોડકટ સહિત અખાદ્ય ૩૦ કિલો ચીજોનો નાશ

મનપા દ્વારા જુના માર્કેટીંગ યાર્ડ તથા નાના મૌવા રોડ પરથી મસાલાના ૧૦ નમુના લેવાયા :મિચીઝ રેસ્‍ટોરન્‍ટ, બીએનએસ ફુડ એન્‍ડ હોસ્‍પીટાલીટી-સેફફેટસો, સંજય ખમણ હાઉસ, બિન હરીફ ફાસ્‍ટફૂડ, રાજમંત્ર કોલ્‍ડ્રીંકસ, નવરંગ ડેરી ફાર્મમાંથી વાસી પડતર ખોરાક ઝડપાયોઃ ફૂડ શાખાનો સપાટો

રાજકોટ તા.૧૬: મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં જન આરોગ્‍ય સાથે ચેડા ન થાય તે માટે ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો તથા વૈચાણકર્તાઓને ત્‍યાં સતત ચકાસણી કરવામાં આવી રહી છે.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન મિચીસ રેસ્‍ટોરેન્‍ટ ્રૂ ફાસ્‍ટ ફૂડ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રોડ, ઇન્‍દિરા સર્કલ પાસે, તપાસ કરતાં સ્‍થળ પર ફ્રિઝમાં લાંબા સમય થી સંગ્રહ કરેલ નુડલ્‍સ, પાસ્‍તા, રાઇઝ, બાફેલા સલાડ વગેરે વાસી અખાદ્ય જણાતા કુલ ૦૯ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સ્‍ટોરેજ અને હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન “B.N.S. ફૂડ ્રૂ હોસ્‍પિટાલિટી - સેફ ફેટસો, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રોડ, ખાતે તપાસ કરતાં સ્‍થળ પર ફ્રિઝમાં સંગ્રહ કરેલ એકસપાયરી ડેટ વીતેલ ચીઝ ડીપ, મંચુરિયન તથા ચીલી સોસ વાસી અખાદ્ય જણાતા કુલ મળીને ૦૭ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સંજય ખમણ હાઉસ, નવલનગર-૨, મવડી મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય જણાયેલ લીલી ચટણીનો કુલ ૦૬ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન બિન હરીફ ફાસ્‍ટફૂડ', સદગુરુ તીર્થધામ પાસે, રૈયા રોડ, ખાતે તપાસ કરતાં સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય જણાયેલ પ્રિપેર્ડ ફૂડ તથા ડેરી પ્રોડક્‍ટસનો કુલ મળીને ૦૪ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન રાજમંત્ર કોલ્‍ડ્રિંક્‍સ, ડો. યાજ્ઞિક રોડ, રામ ક્રુષ્‍ણ આશ્રમ સામે,  તપાસ કરતાં સ્‍થળ પર સંગ્રહ કરેલ પડતર ફ્રોઝન ફ્રૂટનો કુલ મળીને ૦૩ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન નવરંગ ડેરી ફાર્મ, મેહુલનગર મેઇન રોડ,  તપાસ કરતાં સ્‍થળ પર સંગ્રહ કરેલ પડતર મીઠાઇનો કુલ ૦૧ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ ખાદ્યચીજોના પેકિંગ પર મેન્‍યૂફેકચર ડેટ તથા યુઝ બાય ડેટ દર્શાવવા તેમજ યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન પ્રયોશા રેસ્‍ટોરેન્‍ટ, ફાલ્‍કન રોડ, પ્રશાંત કાસ્‍ટીંગ સામે,  તથા બડીઝ પીઝા', ઇન્‍દિરા સર્કલ પાસે, તપાસ કરતાં સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

મસાલાના વધુ ૧૦ નમુના લેવાયા

મસાલાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલ સ્‍પેશ્‍યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  મસાલાના કુલ-૧૦ નમૂના લેવામાં આવેલ જેમાં  (૧) તુલસી મરચું પાઉડર (૨૦૦ ગ્રામ પેક્‍ડ): સ્‍થળ- માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ ડી-૨૮.

(૨) તુલસી હળદર પાઉડર (૨૦૦ ગ્રામ પેક્‍ડ): સ્‍થળ- માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ ડી-૨૮, રાજકોટ

(૩) તુલસી ધાણાજીરું પાઉડર (૨૦૦ ગ્રામ પેક્‍ડ): સ્‍થળ- માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ ડી-૨૮

(૪) હળદર આખી (લુઝ): સ્‍થળ- જલારામ મસાલા ભંડાર (માંડવો), નાના મૈવા મેઇન રોડ, RMC સ્‍લમ કવાટરની બાજુમાં,

(૫) ધાણા આખા (લુઝ)  જલારામ મસાલા ભંડાર (માંડવો), નાના મૈવા મેઇન રોડ, ય્‍પ્‍ઘ્‍ સ્‍લમ કવાટરની બાજુમાં

(૬) કિચન કિંગ હિંગ પાવડર  (૫૦૦ ગ્રામ) સ્‍થળ- જલારામ મસાલા ભંડાર (માંડવો), નાના મૈવા મેઇન રોડ, ય્‍પ્‍ઘ્‍ સ્‍લમ કવાટરની બાજુમાંથી લેવામાં આવ્‍યા હતા.

જયારે  હળદર (આખી-લુઝ) - સંતદેવીદાસ અમરદેવીદાસ (મંડપ મસાલા માર્કેટ), શ્રીરામ-ઉમિયા મસાલા માર્કેટ, નાના મૈવા રોડ, ય્‍પ્‍ઘ્‍ આવાસ યોજના.

જીરૂ (આખું-લુઝ)  સંતદેવીદાસ અમરદેવીદાસ (મંડપ મસાલા માર્કેટ), શ્રીરામ-ઉમિયા મસાલા માર્કેટ, નાના મૈવા રોડ, RMC આવાસ યોજના.

મરચાં પાઉડર (લુઝ)  સ્‍થળ- સંતદેવીદાસ અમરદેવીદાસ (મંડપ મસાલા માર્કેટ), શ્રીરામ-ઉમિયા મસાલા માર્કેટ, નાના મૈવા રોડ, ય્‍પ્‍ઘ્‍ આવાસ યોજના  તથા

(૧૦)  હળદર આખી (લુઝ): સ્‍થળ- શ્રીરામ મસાલા ભંડાર (મંડપ) મસાલા માર્કેટ (માંડવો), RMC કવાટર પાસે, નાના માવા સર્કલ પાસેથી લેવામાં આવ્‍યા હતા.

(4:19 pm IST)