Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રાજકોટમાં સર્વત્ર કેસરીયો માહોલ : દોશી - ઢોલરિયા

પરસોતમભાઇ રૂપાલાના રોડ શો તેમજ સભામાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, આગેવાનો, સહિતના ઉપસ્‍થિત રહેવા બદલ તેમનો આભાર વ્‍યકત કરતા શહેર અને જીલ્લા ભાજપ પ્રમુખ

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયાએજણાવ્‍યું હતું કે રાજકોટ ૧૦ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાએ આજે ફોર્મ ભરવા પૂર્વે યોજાયેલ રેલી અને સભા સહિતના કાર્યક્રમમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, સામાજીક આગેવાનો, જાહેર જીવનના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો સાધુ સંતો ઉપસ્‍થિત રોડ શોમાં તેમજ બહુમાળી ભવન ખાતેની જાહેર સભામાં ઉપસ્‍થિત રહયા હતા. આ રેલીના રૂટ ઉપર ઝંડા ઝંડીનો ઉપયોગ કરી ચુંટણીની જીત જેવો મહોલ ઉભો કરવામાં આવેલ હતો. રેલી બાદ બહુમાળી ભવન ખાતે એક સભાનું આયોજન કરવામાં આવેલ હતું આ સભામાં ભાજપના સીનીયર નેતાઓ તેમજ પદાધિકારીઓ સહિત ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયાએ આ રેલીમાં તેમજ સભામાં ભાગ લેવા બદલ ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, સામાજીક આગેવાનો, જાહેર જીવનના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, સાધુ સંતો તેમજ રાજકોટ શહેરીજનોનો આભાર વ્‍યકત કર્યો હતો.

(4:21 pm IST)