Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ફોર્મ ભરતા પૂર્વે રૂપાલાજીની વિનમ્રતા

ક્ષત્રિય સમાજને નમ્રતાપૂર્વક કહુ છું, દેશના-રાષ્‍ટ્રના હિતમાં આપના સાથની જરૂર છેઃ ભાજપના સમર્થનમાં જોડાવ

ભાજપ દ્વારા બહુમાળી ભવન ચોક ખાતેથી ભ્‍યાતિભવ્‍ય ‘વિજય વિશ્વાસ' સંમેલન થકી વિજય શંખનાદ કરાયો :

રોડ શો અને જાહેર સભામાં ૧ હજારથી વધુ મહિલાઓ, શહેર ભાજપના તમામ મોરચા-સેલ અને વિવિધ સમાજ- : જ્ઞાતિના સમાજના આગેવાનો-પ્રતિનિધિઓ જોડાયા : આગામી પાંચ વર્ષ દેશના વિકાસ માટે મહત્‍વના :  ‘ઈન્‍ડીયા'ના નામે બધા તકવાદીઓ એકત્ર થયા છે : કોંગ્રેસનો ભ્રષ્‍ટાચાર અને તૃષ્‍ટિકરણના રાજકારણ સામે નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રહિતની ભાવનાને પ્રબળ કરી પારદર્શક પ્રજાભિમુખ વહીવટ થકી લોકહ્રદયમાં અમિટ સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છેઃ વિજયભાઈ રૂપાણી :  ભાજપને વિજયી બનાવવા ‘વિકસિત ભારત, વિકસિત રાજ્‍ય, વિકસિત રાજકોટ'ના સંકલ્‍પને સાકાર કરી :  આપણે સૌ પરસોત્તમભાઇ રૂપાલાને જંગી બહુમતીથી ચૂંટી કાઢી : ભરતભાઇ બોઘરા

રાજકોટ તા. ૧૬: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ૯૪ બેઠકો માટે ઉમેદવારી પત્રો રજુ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ જુને મતદાન છે. તા. ૧૨ થી ૧૯ એપ્રિલ ઉમેદવારી પત્રો રજુ કરવાનો સમય છે. ત્‍યારે આજે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા અને ખેડૂત આગેવાન પરશોતમભાઇ રૂપાલાએ આજે બપોર ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા યાજ્ઞીક રોડ પરના જાગનાથ મંદિરે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ જુકાવી રેલી સ્‍વરૂપે બહુમાળી ચોક ખાતે જવા રવાના થયા હતા.

બહુમાળી ભવન ચોક ખાતે સવારે જંગી સભાને સંબોધતા પરશોતમભાઇએ જણાવ્‍યુ હતુ કે, અમારે બધા સમાજની જરૂર છે અને ક્ષત્રિય સમાજ મોટુ મન રાખી ભાજપના તરફેણમાં મતદાન કરે તેવીર અપીલ કરી હતી અને ભાજપને અને દેશને તમારા સાથની જરૂર છે તેમ જણાવ્‍યુ હતુ.  સાથો સાથ ઉપસ્‍થિત આગેવાન, કાર્યકરો અને લોકોને ૧૦૦ ટકા મતદાન કરાવવા હાકલ કરવામાં આવી હતી.

આજે નામાંકન દિવસે રાજકોટ કમળમય બન્‍યુ હતુ. ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.  રાજકોટમાં સર્વત્ર કેસરીયો માહોલ છવાયો હતો. આ નામાંકન પત્ર પૂર્વે સવારે ૯:૦૦ કલાકે રાજકોટના જાગનાથ મંદિર ખાતેથી રેલી-પદયાત્રા પ્રારંભ થઈ હતી. જેનું બહુમાળી ભવન ચોક સુધી  અનોખુ આયોજન કરવામાં આવેલ હોય, બહુમાળી ભવન ચોક ખાતે પરશોતમભાઈ રૂપાલાજીના સમર્થનમાં શહેર ભાજપ દ્વારા અદકેરૂ અભિવાદન કરવામાં આવ્‍યું હતું. જેમાં બહુમાળી ભવન ખાતે ડી.જે- બેન્‍ડની સુરાવલિઓ, નાસિક બેન્‍ડ, ઢોલ-નગારા, આતશબાજી, રાસગરબા મંડળી, પાર્ટીનો કેસરીયો ઘ્‍વજ થકી કેસરીયો માહોલ સર્જાયો હતો. આ તકે ૧ હજારથી વધુ મહિલાઓ અને વિવિધ સમાજ-જ્ઞાતિના સમાજના આગેવાનો-પ્રતિનિધિઓ હજારોની સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ રેલી જાગનાથ મંદિરેથી પ્રારંભ થઈ બહુમાળી ભવન ચોકમાં સભામાં ફેરવાઇ હતી.

આ તકે સ્‍વાગત પ્રવચન કરતા ભરતભાઈ બોઘરાએ જણાવેલ કે રાજકોટમાંથી નરેન્‍દ્રભાઈ મોદી, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી જેવા સક્ષમ નેતા મળ્‍યા છે ત્‍યારે આપણે સૌએ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને દિલ્‍હીમાં નેતૃત્‍વ કરવા માટે જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કટીબઘ્‍ધ થવાનું છે.

આ તકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવેલ કે સૌ સાથે મળીને પરશોતમભાઈ રૂપાલાને પાંચ લાખથી વધુ  લીડ સાથે ચૂંટી કાઢવા સહીયારા પ્રયાસ થકી અથાગ પરીશ્રમ કરીએ. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશની વિકાસ યાત્રા રાજકોટ ખાતે થી શરૂ કરેલ હતી.

આ તકે રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે આ વખતની લોકસભાની ચંૂટણી ઐતિહાસિક છે. આ ચૂંટણી દેશનો સર્વાગિ વિકાસ કરવા અને દેશને વિકાસ  તરફ અગ્રેસર કરવા માટે મહત્‍વની છે.  આગામી પાંચ વર્ષ મહત્‍વના છે. ‘ઈન્‍ડીયા'ના નામે બધા તકવાદીઓ ભેગા થાય  છે ત્‍યારે કોંગ્રેસનું ભ્રષ્‍ટાચાર અને તૃષ્‍ટિકરણનું રાજકારણ જોયેલ છે. ત્‍યારે નરેન્‍દ્રભાઈ મોદીએ સૌરાષ્‍ટ્રના વિકાસ માટેની વિરાસત ઉજાગર કરેલ છે.

આ તકે પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ આગેવાનો, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, શહેરીજનોનો  જાહેર આભાર વ્‍યકત કરતા જણાવેલ કે દેશની આશા અને અપેક્ષા પૂર્ણ કરવા અને સશકત અને વિકસિત ભારતના નિર્માણ માટે તેમજ દેશના ૭૦ વર્ષથી વધુ વયના વડીલોને આયુષ્‍યમાન કાર્ડ થકી આરોગ્‍ય કવચ પુરૂ પાડીને વડીલવંદના કરવા માટે ત્રીજી ટર્મમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ૪૦૦ થી વધુ સીટ આપીને જંગી બહુમતીથી લોકસભા-ર૦ર૪ની ચૂંટણીમાં ભવ્‍ય વિજય અપાવવાનો છે.

આ તકે પરશોતભાઈ રૂપાલા, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા,  પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ભાજપ ઉપાઘ્‍યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા,  કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહેશભાઈ કસવાલા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, કાંતીભાઈ અમૃતીયા, જયેશ રાદડીયા, ગીતાબા જાડેજા, આર.સી. ફળદુ, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ગુજરાત મ્‍યુનીસીપલ ફાઈનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરેમન ધનસુખ ભંડેરી, સૌરાષ્‍ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, સુરેશભાઈ ગોધાણી, રાજકોટ ડેરીના ગોરધનભાઈ ધામેલીયા, બાબુભાઈ ઘોડાસરા, શહેર ભાજપ મહામંત્રી અશ્‍વીન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, જીલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરભા, નરેન્‍દ્રસિંહ ઝાલા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, અમીબેન પરીખ, ચેતનભાઈ રામાણી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

તેમણે આ તકે રાષ્‍ટ્રહિત માટે ઉપસ્‍થિત રહી સહકાર આપવા બદલ સૌ ક્ષત્રીય સમાજના આગેવાનોનો  આભાર વ્‍યકત કરેલ હતો.તેમજ રાષ્‍ટ્રહિત અને રાષ્‍ટ્રના વિકાસ માટે અમને ક્ષત્રીય સમાજના સહકારની પણ જરૂર છે.

આ પ્રસંગે ક્ષત્રીય સમાજના અગ્રણીઓ જસદણના રાજવી સત્‍યજીતસિહ ખાચર, પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા, તેમજ મહેન્‍દ્રસિહ, નરેન્‍દ્રસિહ જાડજા, ઘોઘુભા જાડેજા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિહ જાડેજા, રાજભા જાડેજા, વિરેન્‍દ્રસિહ ઝાલા બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ હીરાભાઈ સોલંકી, મહેન્‍દ્રસિહ સરવૈયા, જનકભાઈ તળાવીયા, રણછોડભાઈ દલવાડી, વી.એસ. સવાણી, લવજીભાઈ બાદશાહ, અનિલભાઈ બગદાણા, ડી.એન. ગોલ, હકુભાઈ કસવાલા, સંજયભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, જેરામભાઈ વાંસજાળીયા, પરેશભાઈ ગજેરા, વસંતભાઈ ગજેરા, જીમ્‍મી દક્ષીણી, જયોતીન્‍દ્રભાઈ મહેતા, વી.પી. વૈશ્‍ણવ, ઘનશ્‍યામભાઈ હેરમા, શહેર-ગ્રામ્‍ય સંગઠનના હોદેદાર, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, બહોળી સંખ્‍યામાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, શહેરીજનો,ગ્રામ્‍યજનોએ રેલી તથા ‘વિજય વિશ્‍વાસ' સંમેલનમાં ઉપસ્‍થિત રહયા હતા.

(3:37 pm IST)