Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

એચ.ડી.એફ.સી. બેંકની લેણી રકમના કેસમાં ર૪ ડિફોલ્‍ટરોને છ માસથી એક વર્ષ સુધીની સજા

રાજકોટ તા. ૧૬: એચ.ડી.એફ.સી. બેન્‍ક લી.ના ક્રેડિટ કાર્ડ તથા બેંકની વિવિધ લોનની લેણી રકમ ચુકવવામાં નિષ્‍ફળ થયેલ ર૪ ડિફોલ્‍ટરોને ફોજદારી કેસમાં ૬ મહિનાથી ૧-વર્ષ સુધીની જેલની સજા અને વળતરની રકમ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

એચ.ડી.એફ.સી. બેન્‍ક લી.માંથી ક્રેડિટ કાર્ડ તથા બેંકની વિવિધ લોનની લેણી રકમ ભરપાઇ ન કરનાર ડિફોલ્‍ટરો માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્‍યો છે.

વિગતથી જોઇએ તો એચ.ડી.એફ.સી. બેન્‍ક લી.નાં ૧૯ ક્રેડિટ કાર્ડ હોલ્‍ડરો એટલે કે મમદભાઇ બચુભાઇ કાર, પરબત ઓડેદરા, હાર્દિકસિંહ પ્રતાપસિંહ પરમાર, કપીલભાઇ ભાયાભાઇ બારડ, સલીમભાઇ શેખ, કિર્તીભાઇ વ્‍યાસ, મિલનભાઇ ઉપાધ્‍યાય, ભાવેશ પટાડીયા, શાંતિભાઇ બાવભાઇ કાછડ, ઉમેશ મકવાણા, પારસભાઇ ધનજીભાઇ ગોસીયા, સુર્યાભા વિશ્‍વકર્મા, મયુરધ્‍વજસિંહ કિરીટસિંહ વાળા, શ્રવણ ભીરભીડીયા, પરેશ ચિત્રોડા, તપંજ ભટ્ટ, જાવયેખદ સુસાબ સામા, રસિકલાલ વાઘેલા, અમરભાઇ ગાંડાભાઇ પ્રજાપતી આ તમામ વ્‍યકિતઓને ક્રેડિટ કાર્ડની ફેસિલિટી અપાયેલ હતી તથા અન્‍ય પ લોન-લેનાર એટલે કે ઘનશ્‍યામભાઇ સરિયા, ગણેશભાઇ માવજીભાઇ ડાભી, ભરતભાઇ છોટાલાલ ઠાકર, રાજુભાઇ મકવાણા, કનકસિંહ ભાણાભાઇ વાળા આ તમામને અલગ-અલગ પ્રકારની લોન બેંક દ્વારા અપાયેલ હતી. આ તમામ ર૪ વ્‍યકિતઓ બેન્‍કની લેણી રકમ સમયસર ન ભરતા તેઓને બેન્‍કનાં એડવોકેટ મારફતે નોટીસ આપેલ હતી. તેમ છતાં પૈસા ન ભરતા ફરીયાદી બેન્‍કે આરોપીઓ સામે રાજકોટની સ્‍પે. નેગોશીએબલ કોર્ટમાં પેમેન્‍ટ એન્‍ડ સેટલમેન્‍ટ એકટની કલમ-રપ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

આ ફોજદારી કેસમાં ઉપરોકત આરોપીઓ હાજર થયેલ હતા અને રકમ જમા કરવામાં નિષ્‍ફળ ગયેલ હતા. આથી કોર્ટે આરોપીઓને ૬ મહિનાથી ૧ વર્ષ સુધીનીસાદી કેદની સજા તથા વળતરની દિવસ-૩૦ માં ફરીયાદીને ચુકવવા હુકમ ફરમાવેલ હતો.

ફોજદારી કેસમાં ફરિયાદી શ્રી પ્રતિકભાઇ ગુણવંતભાઇ પરમાર હતા. અને આ કામગીરીમાં બેંક વતી એડવોકેટ શ્રી નીલભાઇ બી. પુજારા, શ્રી યશભાઇ બી. પુજારા તથા શ્રી પરેશ બદલાણીયા રોકાયેલ હતા.

(2:56 pm IST)