Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

હમીરભાઇની હત્‍યા કરનાર આરોપી પોલીસમેનની ધરપકડ થાય પછી જ લાશ સંભાળશું: પોલીસ કમિશનરને રજૂઆત

આંબેડકરનગરમાં રહેતાં હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇ પડોશી મિત્રના ઝઘડાનું સમાધાન કરવા ગયા ત્‍યારે પોલીસ આવી હોઇ પોલીસે તેને મારકુટ કરી હતી અને બાદમાં ગાડીમાં બેસાડીને લઇ જવાયા બાદ છોડી મુકાયા હતાં. એ પછી તેની તબીયત બગડતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. આ બનાવમાં અજાણી પોલીસ વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭ મુજબ ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન આજે સવારે હમીરભાઇનું મૃત્‍યુ થતાં કલમ ૩૦૨નો ઉમેરો કરવા તજવીજ થઇ હતી. બીજી તરફ આરોપી પોલીસમેનની તત્‍કાળ ધરપકડ કરવાની માંગણી સાથે આગેવાન પુર્વ ધારાસભ્‍ય સિધ્‍ધાર્થ પરમાર સહિતના લોકો મોટી સંખ્‍યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્‍યા હતાં અને રજૂઆત કરી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:55 pm IST)