Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સગીરાના છેડતી અંગેના પોકસોના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૬: અત્રે પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીને રાજકોટ સેશન્‍સ કોર્ટ દ્વારા જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.

રાજકોટના લક્ષ્મીનગર બીપીન રાવત અંડરબ્રીજ પાસે આશરે ૧૬/૪૦ વાગ્‍યાના અરસામાં બે સ્‍ગીર કિશોરી જેની ઉંમર ૧૪ વર્ષ આશરે બંને પોતાની સ્‍કુલે કલાસ ભરવા માટે સાઇકલો લઇને જતા હતા ત્‍યારે આ કામના આરોપીએ બંને કિશોરીને ગેરકાયદેસર અવરોધ ઉભો કરી બંનેને રોકી એક કિશોરીનો હથા પકડી લઇ પાછળથી બથ ભરી લઇ આરોપીએ બંને કિશોરીઓની છેડતી કરી ગુનો આચરેલ હતો.

ફરીયાદીએ એ-ડીવીઝન પો. સ્‍ટે.માં આરોપી જગદીશભાઇ કિરણભાઇ પરમાર વિરૂધ્‍ધ નોંધાવી હતી. બાદમાં પોલીસ દ્વારા ગુનો નોંધી આઇ.પી.સી. કલમ-૩પ૪(એ), ૩૪૧, ૩ર૩ તથા પોકસો એકટ કલમ-૮ મુજબ ગુનો નોંધાયો હતો. પુરતા પુરાવા મળતા તપાસ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. બંને પક્ષના વકીલોની દલીલ સાંભળી, બચાવ પક્ષના વકિલ શ્રી કરણ એ. કુંડલીયાની દલીલો ગ્રાહય રાખી અધિક સેશન્‍સ જજ બી. બી. જાદવે રેગ્‍યુલર જામીન અરજી મંજુર કરી હતી.

આ કામના આરોપી વતી રાજકોટના એડવોકેટ કરણ એ. કુંડલીયા રોકાયા હતા

(2:54 pm IST)