Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બજરંગ ટ્રસ્‍ટ દ્વારા રાશન કીટનું વિતરણ

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા તાજેતરમાં ૧૦૮ જરૂરીયાતમંદ લોકોને ગોળ, ખાંડ, નમક સહીતના અનાજની કીટનું વિનામુલ્‍યે વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે જે. ડી. ઉપાધ્‍યાય, ડો. કેતનભાઇ ભીમાણી, હબીબભાઇ કટારીયા, વિપુલભાઇ જોશી, ચિરાગભાઇ ધામેચા, બીઇંગ કાઇન્‍ડ ફાઉન્‍ડેશનવાળા અનિતાબેન ચાવડા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટીઓ રોહીતભાઇ કારીઆ, ધૈર્યભાઇ રાજદેવ, રાજુભાઇ બુધ્‍ધદેવ, કિશોરભાઇ પારેખ, ગોરધનભાઇ લાલસેતા, દિનકરભાઇ રાજદેવ, મનુભાઇ ટાંક, પ્રવીણભાઇ ગેરિયા, મૌલિકભાઇ બુધ્‍ધદેવ તથા બજરંગ મિત્ર મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(2:53 pm IST)