Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મેમણ જમાત દ્વારા ઈદમિલન સમારોહ યોજાયોઃ નાના રોજદાર બાળભુલકાઓનું સન્‍માન કરાયું: પોલીસ કમિશ્નરની હાજરી

રાજકોટઃ ઈદ-ઉલ-ફીત્ર (રમજાન ઈદ) નિમિતે મુસ્‍લિમો દ્વારા નગીના મસ્‍જિદ બહાર (સટ્ટા બજાર) ખાતે ઈદ મિલન સમારોહનો એક કાર્યક્રમ પોલીસ કમિશ્રરશ્રી રાજુ ભાર્ગવના પ્રમુખ સ્‍થાને યોજાયેલ હતો. સૌ પ્રથમ પોલીસ કમિશ્રરનો શિક્ષણ સમિતિના પુર્વ સદસ્‍ય અને મેમણ જમાતના પ્રમુખ ફારૂક બાવાણીએ શાલ - ઓઢાડીને, મોં મીઠા કરાવીને શાહી સન્‍માન કર્યુ હતું. ઉપરાંત, ડી.સી.પી. કાઈમશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ ઝોન-૧ ડી.સી.પી. સજજનકુમાર પરમારના સન્‍માન મેમણ જમાતના ટ્રસ્‍ટી યાસીનભાઈ બાવાણી, તથા મુસ્‍લિમ અગ્રણી હાજી સીદીકીભાઈ જસરાયા તથા સમીરભાઈ જસરાયાએ કરેલ  પોલીસ કમિશ્રરશ્રી રાજુ ભાર્ગવે  હિન્‍દુ મુસ્‍લિમ બિરાદરોને ઈદ મુબારક અને સિંધી સમાજના ચેટીચાંદ પ્રસંગે શુભેચ્‍છાઓ પાઠવી રંગીલા રાજકોટમાં કોમી એખલાસ અને ભાઈચારા સાથે કાયમ શાંતિ એકતાનો માહોલ બની રહે અને સૌ ઉતરોતર પ્રગતિ કરો તેવી અભ્‍યર્થના વ્‍યક્‍ત કરી હતી. ફારૂકભાઇ બાવાણીએ જણાવેલ હતું કે, હિન્‍દુ-મુસ્‍લિમ બિરાદરોએ વેરઝેર ભુલી જઈને કોમી એખલાસ અને ભાઇચારા સાથે સૌ ગળે મળીને હસ્‍તધનુન કરીને સાચા દિલથી એકબીજાને મુબારક બાદ પાઠવીએ અને લોકોની સુખાકારી જળવાઈ રહે અને દેશમાં શાંતિ-એકતા અને ભાઈચારો બની રહે અને આપણા મહાન ભારત રાષ્‍ટ્રના યશસ્‍વી- વડાપ્રધાનશ્રીના નેતળત્‍વમાં આપણો દેશ વિશ્વ ગુરૂ બને તેવી અભ્‍યર્થના વ્‍યકત કરી હતી. આ પ્રસંગે નાના બાળ રોજદારોનું જે ભુખ-પ્‍યાસ વેઠીને, કાળઝાળ ગરમીમાં રોજા રાખી, ખુદાની બંદગી કરેલ તેનું અધિકારીઓએ સન્‍માન કરેલ. કાઈમ બ્રાંચના પી.આઈ.  મેહુલ ગોંડલીયા એ ડીવીઝનના પી.આઈ. રવિકુમાર બારોટ, એ.એસ.આઈ.થી ભરતસિંહ ગોહિલ તથા દાણાપીઠ મરચન્‍ટ એસોસીએશનના પ્રમુખ જતિનભાઈ બગડાઈ, ભરતભાઈ કુંડલીયા, દિપેનભાઈ રાજદેવ, દિનેશભાઈ મણવર (રાણી તેલ) મહેશભાઈ મહેતા, કેશુભાઈ બારદાનવાલા, મુસ્‍લિમ અગ્રણીઓ- સૈયદ હાજી નીઝામુદીન બાપુ કાદરી, સમીરભાઈ જસરાયા, હાજી યુનુસભાઈ લુસવાલા, અનવરભાઈ દારૂવાલા, હાજી અવેશભાઈ કામદાર, હાજી રહીશભાઈ નુરી, નજીરભાઈ તબાણી, ઈસ્‍માઈલભાઈ એસ.કે., હબીબભાઈ કટારીયા વગેરે ઉપસ્‍થિત રહી કોમી એખલાસભર્યા વાતાવરણમાં એકબીજાને ફુલહાર કરી રમજાન ઈદની ભલી શુભેચ્‍છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હાજી અસલમભાઈ બાવાણી, સલીમભાઈ પટેલ,  રફીકભાઇ પાનવાણ,  ઇસ્‍તીહાકભાઇ, હાજી મુનાફભાઇ બાવાણી, ફૈશભાઇ, ફરહાનભાઇ, ઇરફાન સેલત, જાકીર ચૌહાણ, અઝહરભાઈ, સમીર ભાસ, સાબીર બાવાણી, સીદીક સેલત, અહેમદ રજા,સીદીકભાઈ કકકલ, મુસ્‍તફાબાપુ કાદરી વગેરેએ  જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ મેમણ જમાતના ઝોનલ સેકેટરી હાજી અસલમભાઈ બાવાણીએ કરી હતી.

(2:39 pm IST)