Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ફાયર સર્વિસ ડે નિમીતે શહિદ જવાનોને બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી

સત્‍યમ રીવર વ્‍યુ વિંગ A & H અને ગિરીરાજ હાઇટસ એપાર્ટમેન્‍ટમાં સ્‍થાનિક રહેવાસીઓને ફાયર સેફટી અંગે તાલીમ

રાજકોટ તા. ૧પઃ મહાનગર પાલિકા ફાયર અને ઇમરજન્‍સી સર્વિીસીઝ દવારા રાજકોટ શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે અક્ષર હાઇટસ, કુવાડવા રોડ, ગિરીરાજ હઇાટસ, શ્રીજી હોટલ પાછળ, કાલાવડ રોડ, ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ. જેમાં અંદાજે ૪૦ લોકો જોડાયા હતા.

મહામનગરપાલિકા ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખા દ્વારા તા. ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ ઇંગ્‍લેન્‍ડથી આવેલા મુંબઇ ડોકયાર્ડ ખાતે ફોર્ડ સ્‍ટાઇકીન નામના જહાજમાં ખુબજ ભયંકર આગમાં ફાયર સર્વિસની કામગીરી દરમ્‍યાન ૬૬ શહિદ થયેલ જવાનોને તા. ૧૪ના રોજ કાલાવડ રોડ ફાયર સ્‍ટેશન ખાતે ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખાના ચીફ ફાયર ઓફિસર આઇ. વી. ખેર તથા ડે. ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, સ્‍ટેશન ઓફિસર એ. બી. ઝાલા, એચ. પી. ગઢવી, એ. એસ. બારીયા, આર. એ. વિગોરા, આર. એ. જોબણ, લીડીંગ ફાયરમેન, ફાયરમેન તથા અન્‍ય સ્‍ટાફ દ્વારા શહિદોને બે મિનિટ્‍નું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.

(2:38 pm IST)