Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

પંજાબ નેશનલ બેંકના સ્‍થાપના દિવસની ઉજવણી

દેશની પ્રતિષ્‍ઠિત બેંક પંજાબ નેશનલ બેંકના ૧૩૦ વર્ષ પુર્ણ થતા વિભાગીય કચેરી રાજકોટ ખાતે સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રીજીયોનલ હેડ, ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી આલોક કપુરે કેક કાપીને પંજાબ નેશનલ બેંકના ૧૩૦ વર્ષ પુર્ણ થવા પર તમામ કર્મચારીઓ અને ગ્રાહકોને અભિનંદન અને શુભેચ્‍છાઓ પાઠવી હતી. શ્રી કપૂરે કહ્યું કે, પંજાબ નેશનલ બેંક દેશની પ્રથમ સ્‍વદેશી બેંક છે જેની સ્‍થાપના આપણા સ્‍વાતંત્ર્ય સેનાની આદરણીય લાલા લજપતરાય દ્વારા કરવામાં આવી હતી. આજે બેંક સ્‍વદેશીની એ જ ભાવનાને ડીજીટલ યુગમાં આગળ લઇ રહી છે. જયાં આજે તમે ઘરે બેઠા પણ અમારી બેંક સેવાઓનો લાભ લઇ શકો છો. સ્‍થાપના દિવસે બેંકે સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ગુંદાસરા પ્રાથમિક શાળાને ર ટીવી સેટ દાનમાં આપ્‍યા. છોડ વિતરણ, મેડીકલ ચેકઅપ કેમ્‍પ, ડોકટર ટોક, ધ્‍યાન શિબિર, વોકથોન વિગેરે. આ પ્રસંગે નરેન્‍દ્ર મીણા, સબ ડીવીઝનલ હેડ દીપેન્‍દ્રસિંહ, મેઘેન્‍દ્ર માલવી વગેરે ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(2:37 pm IST)