-
ગીફટ સીટીનું નવું આકર્ષણ : ‘એન્ટરટેઇનમેન્ટ' : ૫૦૦૦ કરોડ ખર્ચાશે access_time 11:20 am IST
-
૯ લાખના શૂઝ અને ૫ મેનેજર, Orryની લગ્ઝરી લાઈફ સ્ટાઈલ : Orryની લાઈફ સ્ટાઈલ જોઈને સલમાન પણ ચોંકી ગયો access_time 12:28 pm IST
-
રશ્મિકા તેમજ વિજયના રિલેશનશિપની થઈ પુષ્ટિ : ફિલ્મના પ્રમોશનમાં રણબીર કપૂરે ખોલ્યું રહસ્ય access_time 12:27 pm IST
-
અભિનેતા રણબીર કપૂરની કુલ સંપત્તિ ૩૪૫ કરોડ રૂપિયા: રણબીર કપૂરને લક્ઝરી લાઈફનો શોખ છે access_time 12:21 pm IST
-
ગૌરી ખાને અનન્યા પાંડેના ઘરનું ઇન્ટિરિયર કર્યું ડિઝાઇનએક્ટ્રેસે શેર કરી ડ્રીમ હાઉસની ઇનસાઇડ તસવીરો access_time 12:30 pm IST
-
૨૧૩૫ કરોડના બજેટવાળી સાઉથની ૬ ફિલ્મો ધૂમ મચાવશેઃબોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ થશે : મેકર્સ થશે અમીર access_time 10:53 am IST
વડાપ્રધાન ગતિ શકિત યોજનાઃ રાજકોટના ૪ મહત્વના પ્રોજેકટ આ યોજનામાં આવરી લેવાયાઃ નોડલ ઓફીસર તરીકે કલેકટર
રાજકોટ-કાનાલૂસ રેલ્વે બ્રોડગેજ લાઇન-હિરાસર એરપોર્ટ -રાજકોટ-ગોંડલ સીકસલેન રોડનો સમાવેશ : કુલ ૪૦૦ પ્રકારની લહેરનો સમાવેશઃ હવે ડાયરેકટ દિલ્હીથી રિવ્યુ થશેઃ તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન : એઇમ્સની બોયઝ-ગર્લ્સ હોસ્ટેલ બે મહિનામાં તૈયાર થઇ જશે બાદમાં વિદ્યાર્થીઓનું સ્થળાંતર :ડીસેમ્બરથી આઇપીડી શરૂ કરાશે સંપૂર્ણ પ્રોજેકટ આવતા ઓકટોબરમાં

રાજકોટ તા.૩૦ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે, કેન્દ્ર સરકારે પીએમ ગતિ શકિત યોજના જાહેર કરી છે, જેમાં ૪૦૦ પ્રકારની લહેર એટલે કે રોડ-રસ્તા-સ્કુલ-આંગણવાડી વિગેરેનો સમાવેશ થાય છે, અને આ ૪૦૦ પ્રકારની લહેરનો માસ્ટર પ્લાન લોન્ચ કરાયું છે., અને તેમાં કલેકટર તંત્ર રજીસ્ટર થઇ ગયું છે, આ કામગીરીમાં કયા વિસ્તારમાં શું ફાળવણી કરવી તે અંગે પણ તંત્ર ફાઇનલ કરશે. કલેકટરે ઉમેર્યું હતું કે આ પીએમ ગતિ શકિત યોજનામાં પ્રાયોગીક ધોરણે રાજકોટના ૪ મહત્વના પ્રોજેકટનો સમાવેશ કરાયો છે, જેમાં હિરાસર એરપોર્ટ, રાજકોટ કાનાલૂસ, ડબલ ટ્રેક રેલ્વે લાઇન, એઇમ્સ, અને રાજકોટ- ગોંડલ સીકસ લેન પ્રોજેકટનો સમાવેશ થાય છે, આ તમામ પ્રોજેકટનો રિવ્યુ બે ડાયરેકટ દિલ્હીથી થશે, અને નોડલ ઓફીસર તરીકે કલેકટરને કામગીરી સોંપાઇ છે.
એઇમ્સ અંગે કલેકટરે જણાવ્યું હતું કે એઇમ્સ ખાતે ઝડપી કામ ચાલી રહ્યું છે, બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બે મહિનામાં તૈયાર થઇ જશે આથી હાલની તમામ મેડીકલ સ્ટુડન્ટન ત્યા ખસેડી લેવાશે, જયારે આઇપીડીનો ડી બ્લોક ડીસેમ્બર સૂધીમાં તૈયાર થઇ જવાથી ડીસેમ્બરમાં આઇપીડી શરૂ કરી દેવાશે.