રાજકોટ
News of Thursday, 30th June 2022

વડાપ્રધાન ગતિ શકિત યોજનાઃ રાજકોટના ૪ મહત્‍વના પ્રોજેકટ આ યોજનામાં આવરી લેવાયાઃ નોડલ ઓફીસર તરીકે કલેકટર

રાજકોટ-કાનાલૂસ રેલ્‍વે બ્રોડગેજ લાઇન-હિરાસર એરપોર્ટ -રાજકોટ-ગોંડલ સીકસલેન રોડનો સમાવેશ : કુલ ૪૦૦ પ્રકારની લહેરનો સમાવેશઃ હવે ડાયરેકટ દિલ્‍હીથી રિવ્‍યુ થશેઃ તંત્ર દ્વારા રજીસ્‍ટ્રેશન : એઇમ્‍સની બોયઝ-ગર્લ્‍સ હોસ્‍ટેલ બે મહિનામાં તૈયાર થઇ જશે બાદમાં વિદ્યાર્થીઓનું સ્‍થળાંતર :ડીસેમ્‍બરથી આઇપીડી શરૂ કરાશે સંપૂર્ણ પ્રોજેકટ આવતા ઓકટોબરમાં

રાજકોટ તા.૩૦ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે, કેન્‍દ્ર સરકારે પીએમ ગતિ શકિત યોજના જાહેર કરી છે, જેમાં ૪૦૦ પ્રકારની લહેર એટલે કે રોડ-રસ્‍તા-સ્‍કુલ-આંગણવાડી વિગેરેનો સમાવેશ થાય છે, અને આ ૪૦૦ પ્રકારની લહેરનો માસ્‍ટર પ્‍લાન લોન્‍ચ કરાયું છે., અને તેમાં કલેકટર તંત્ર રજીસ્‍ટર થઇ ગયું છે, આ કામગીરીમાં કયા વિસ્‍તારમાં શું ફાળવણી કરવી તે અંગે પણ તંત્ર ફાઇનલ કરશે. કલેકટરે ઉમેર્યું હતું કે આ પીએમ ગતિ શકિત યોજનામાં પ્રાયોગીક ધોરણે રાજકોટના ૪ મહત્‍વના પ્રોજેકટનો સમાવેશ કરાયો છે, જેમાં હિરાસર એરપોર્ટ, રાજકોટ કાનાલૂસ, ડબલ ટ્રેક રેલ્‍વે લાઇન, એઇમ્‍સ, અને રાજકોટ- ગોંડલ સીકસ લેન પ્રોજેકટનો સમાવેશ થાય છે, આ તમામ પ્રોજેકટનો રિવ્‍યુ બે ડાયરેકટ દિલ્‍હીથી થશે, અને નોડલ ઓફીસર તરીકે કલેકટરને કામગીરી સોંપાઇ  છે.
એઇમ્‍સ અંગે કલેકટરે જણાવ્‍યું હતું કે એઇમ્‍સ ખાતે ઝડપી કામ ચાલી રહ્યું છે, બોયઝ અને ગર્લ્‍સ હોસ્‍ટેલ બે મહિનામાં તૈયાર થઇ જશે આથી હાલની તમામ મેડીકલ સ્‍ટુડન્‍ટન ત્‍યા ખસેડી લેવાશે, જયારે આઇપીડીનો ડી બ્‍લોક ડીસેમ્‍બર સૂધીમાં તૈયાર થઇ જવાથી ડીસેમ્‍બરમાં આઇપીડી શરૂ કરી દેવાશે.

 

(3:49 pm IST)