Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ગલ્તાજી ખાતે ૧૫ જુલાઇએ શ્રી પતીત પાવનજી ભગવાનના સાનિધ્યમાં સાધુ સંતોનો ભંડારો

રાજકોટ તા. ૩૦ : પતીત પાવનજી ભગવાન સેવા સમિતિ રાજકોટ દ્વારા તા. ૧૫ જુલાઇના શુક્રવારે કનક બિહારી મંદિર, ગલ્તા ગેઇટ, જયપુર, રાજસ્થાન ખાતે પૂ. પતીત પાવનજી ભગવાનના સાનિધ્યમાં સાધુ સંતોના ભંડારાનું આયોજન કરાયુ છે. પૂ. શ્રી સદ્દગુરૃદેવ શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ. શ્રી હરીચરણદાસજી બાપુની પ્રેરણાથી પૂ. સદ્દગુરૃશ્રી પતીત પાવનજી ભગવાન જયાં સાક્ષાત બિરાજમાન છે તે પવિત્ર ભુમિ ગલ્તાજી જયપુર ખાતે દર વર્ષની જેમ હર્ષોલ્લાસ સાથે ભંડારો યોજવામાં આવેલ હોય ગુરૃભકતજનોમાં અનેરો ઉમંગ છવાયો છે. ગલ્તાજી ખાતે યોજાયેલ આ સાધુ સંતોના ભંડારામાં સર્વે ગુરૃભાઇ-બહેનોએ સહપરિવાર પધારી દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા પતીત પાવનજી ભગવાન સેવા સમિતિ રાજકોટના સુરેશભાઇ ગોળવાળા (મો.૯૯૨૪૨ ૪૨૭૦૦), ગીરીશભાઇ વસાણી (મો.૯૯૨૪૪ ૦૦૧૦૮), કનુભાઇ રાચ્છ (મો.૯૮૨૪૫ ૪૬૩૮૫) દ્વારા અનુરોધ કરાયો છે.

(3:42 pm IST)