News of Friday, 12th January 2018

રૂ. ૩ લાખ ૪૮ હજારનો ચેક પાછો ફરતાં આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા. ૧રઃ રૂ. ૩,૪૮,૪રપ/-નો ચેક રીર્ટન થતા આરોપી વિરૂધ્ધ કોર્ટમાં, ચેક રીર્ટનની ફરિયાદ થતા અદાલતે સમન્સ કાઢવાનો હુકમ કરેલ છે.

ફરિયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરિયાદી અમરસિંહભાઇ મેરૂભાઇ ચાવડા ''અલંકાર મંડપ'' ના નામે રહે. ગામ વડીયા તા. વડીયા જી. અમરેલી, ધંધો કરે છે તેમજ સાથો સાથ આ કામના ફરિયાદી 'અલંકાર જવેલર્સ''ના નામે સોનાના દાગીના બનાવવાનો તથા વહેંચવાનો ધંધો સુવર્ણ મંદિર-ર, ગ્રાઉન્ડ ફલોર, સવજીભાઇની શેરી, સોની બજાર, રાજકોટમાં પણ કરે છે. જયારે આ કામના આરોપી રમેશભાઇ મોહનભાઇ ભલગામા, રહે. 'નવદુર્ગા સ્ટીલ'' હુડકો ચોકડી, મુરલીધર વે-બ્રીજવાળી શેરી, કિસાન ગૌ શાળા પાસે, માટેલ પાનનાં, સહજાનંદ-ર, રીંગ રોડ પાસે, રાજકોટ ખાતે મંડપને લગતા તમામ માલ-સામાન વહેંચવાનો ધંધો કરે છે. આમ, આ કામના આરોપી તથા ફરિયાદીને મંડપને લગતો ધંધો કરતા હોય તે સંબંધથી આ કામના આરોપી તથા ફરિયાદી ધંધાકીય મિત્ર થાય છે અને એ રીતે આરોપી અને ફરિયાદી વચ્ચે ધંધાકીયા સંબંધ રહેલ છે. તે સંબંધના લીધે ફરિયાદીએ આ કામના આરોપીને ઉધારમાં સોનાના કંગન જેની કિંમત રકમ રૂ. ૧,૮૭,૭૭૧/- છે અને સોનાના બે ચેન જેની કિંમત રકમ રૂ. ૧,૬૦,૬પ૦/- આમ, મળીને કુલ કિંમત રકમ રૂ. ૩,૪૮,૪રપ/- ની ખરીદી બાકીમાં કરેલ હોય જેથી ફરિયાદીએ રકમની માંગણી કરતા ફરિયાદીએ આરોપી દ્વારા ફરિયાદીને પેઢીના નામ જોગ અલંકાર જવેલર્સના નામનો એક એકાઉન્ટ પેઇ ચેક બેંક ઓફ બરોડા માંડવી ચોક, રાજકોટ શાખાનો ચેક આપેલ હતો. જે પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ થયેલ છે.

ફરિયાદી અમરસિંહભાઇ મેરૂભાઇ ચાવડાએ આરોપી રમેશભાઇ મોહનભાઇ ભલગામા વિરૂધ્ધ ધી નેગોશીયબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની રાજકોટના એડી. ચીફ જયુ. મેજી.ની કોર્ટ સમક્ષ ફરિયાદ કરી છે અને આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવાં અદાલત દ્વારા સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરિયાદી અમરસિંહભાઇ મેરૂભાઇ ચાવડા તરફે ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ, કમલેશ એચ. વોરા તથા ડેનિશ જે. મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.

(4:21 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં ભાજપનું બે મહિનામાં બીજીવાર લઘુમતી સંમેલનઃ મમતા ના બ્રાહ્મણ કાર્ડ સામે ભાજપે મુસ્લિમ સંમેલન કર્યું: આ વર્ષની પંચાયતી ચૂંટણી જીતવા ભાજપની પશ્ચિમ બંગાળની વસતીના ૩૦ ટકા મુસ્લિમ મતદારો પર મીટ access_time 11:34 am IST

  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • હઝ પર 9 ટકા જીએસટી દૂર કરવાની માંગ સાથે દાખલ કરાયેલ અરજીની પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજુ આપવાનો આદેશ આપ્યો છે access_time 9:32 am IST