સમાચાર ફટાફટ

અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો :કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર:લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો : (12:01 am IST)

ઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના: (11:01 pm IST)

સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે: (8:11 pm IST)

બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો.: (7:37 pm IST)

સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિઓ તેમના મતભેદોને આવતીકાલ સુધીમાં ઉકેલી લેશે : એટર્ની જનરલ શ્રી કે.કે. વેણુગોપાલ: (7:17 pm IST)

શુક્રવારે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપના ત્રીજા મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રમાય રહી છે.: (6:52 pm IST)

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે અને 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો લાપતા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.: (6:16 pm IST)

વિવાદનું મુળ જસ્ટીસ લોયાના મૃત્યુની તપાસ સાથે સંકળાયેલો છે : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ રંજન ગોગોએ આપેલા નિર્દેશ: (4:04 pm IST)

તાપી જીલ્લામાં બંધની અસર નહિવત્: શાળા બંધના એલાનમાં વાલીમંડળનું સમર્થન નહિં : જીલ્લાની તમામ શાળા રાબેતા મુજબ ચાલુ: (2:14 pm IST)

વડોદરામાં શાળા બંધ સમયે વાલીઓ સ્કુલ સંચાલકો વચ્ચે ઉગ્રતાઃ વાલીઓએ શાનેન સ્કુલ બંધ કરાવ્યાના હેવાલઃ પરીક્ષા ચાલતી હતી: (11:32 am IST)

કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી: (7:21 pm IST)

બિહારમાં નિતીશના કાફલા ઉપર હુમલો : સંખ્યાબંધ સુરક્ષા જવાનો ઘવાયા : સમીક્ષા યાત્રા દરમિયાન પથ્થરો ફેંકાયા : નીતિશકુમાર હેમખેમ: (4:13 pm IST)

બોલિવૂડ અભિનેત્રી રાની મુખરજી તેની આવનારી ફિલ્મ હિંચકીના પ્રમોશન માટે અમદાવાદ આવી છે. અમદાવાદની મહેમાન બનેલી રાની મુખર્જીએ કાઇટ ફેસ્ટિવલની મજા માણી હતી અને બેટી બચાવો બેટી પઢાઓના સ્લોગનવાળા પતંગ ચગાવ્યા હતા ત્યારની તસ્વીર.: (3:59 pm IST)

ભાગેડુ અપરાધી અને ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના કેસમાં લંડનની અદાલતમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીનું કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. વિજય માલ્યાનું પ્રત્યર્પણ ફરીથી પાછું ઠેલાયું છે. પુરાવાનો સ્વીકાર કરવો કે નહીં તે બાબતે વિજય માલ્યાના વકીલે દલીલ અને રજૂઆત કર્યા બાદ માલ્યાના જામીન બે એપ્રિલ સુધી લંબાવવામાં આવેલ છે.: (3:54 pm IST)

મ્યાનમારમાં ગુરુવારે મોડી રાતે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો : હતાહતના કોઈ એહવાલો નથી.: (3:08 pm IST)

ભારતમાં ૮૦ ટકા લોકો મિડીયા ન્યુઝને અધિકૃત માને છેઃ અમેરીકામાં ૬૨ ટકા માને છે ભારતમાં વસતા પ્રજાજનો પૈકી ૮૦ ટકા લોકો મિડીયાના ન્યુઝને અધિકૃત માને છેઃ જયારે અમેરીકામાં આવા લોકોની સંખ્યા ૬૨ ટકા છેઃ ઉપરાંત ભારતના ૭૨ ટકા લોકો મિડીયાને તટસ્થ તથા નિરપક્ષ ગણતા હોવાનો સર્વે બહાર આવ્યો છે.: (3:48 pm IST)

મમતા બેનર્જીને ડૉકટર ઓફ લીટરેચર ડીગ્રીથી સમ્માનીત કર્યાઃ વિશ્વ વિદ્યાલયના પૂર્વ વાઈસ ચાંસેલરે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળેલ ડીગ્રીનો વિરોધ કર્યો: (2:14 pm IST)

પશ્ચિમ બંગાળમાં ભાજપનું બે મહિનામાં બીજીવાર લઘુમતી સંમેલનઃ મમતા ના બ્રાહ્મણ કાર્ડ સામે ભાજપે મુસ્લિમ સંમેલન કર્યું: આ વર્ષની પંચાયતી ચૂંટણી જીતવા ભાજપની પશ્ચિમ બંગાળની વસતીના ૩૦ ટકા મુસ્લિમ મતદારો પર મીટ : (11:34 am IST)

હઝ પર 9 ટકા જીએસટી દૂર કરવાની માંગ સાથે દાખલ કરાયેલ અરજીની પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજુ આપવાનો આદેશ આપ્યો છે : (9:32 am IST)

એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પોતાની નાગરિકતા આપી : સ્વીડન પોલીસ તેની રેપ કેસમાં ધરપકડ ન કરે એ ડરથી અસાંજે પાંચ વર્ષથી વધુ સમયથી લંડનમાં એક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં રહેતા હતા : તેના પર રેપનો આરોપ હતો, પણ સ્વીડનેએ આરોપો તેના પર થી રદ કર્યા હતા: (9:31 am IST)

ધંટેશ્વરનો યુએલસી ફાજલ પ્લોટનો મામલો સુપ્રીમ કોર્ટમાં કલેકટર દોડી ગયાઃ સરકારની ત્રણ સ્થળે જબરી હાર...: શહેરના વિખ્યાત ધારાશાસ્ત્રીના પુત્ર ડો. કિશોરભાઇ સાયાણીની લડતઃ હરરાજીમાં પ્લોટ ખરીદ કર્યા બાદ મડાગાંઠ ઉભી થઇ... કલેકટરે સુપ્રીમમાં રીટ દાખલ કરી અને સરકાર કનિદૈ લાકિઅ પાસે અવેજીમાં અરજદારને બીજી જમીન આપી શકાય કે કેમ માર્ગદર્શન માંગ્યું...કલેકટર કહે છે...રૂડાની ભૂલ છેઃ રૂડા કહે છે, આ જમીન ગ્રીન ઝોનમાં કનિદૈ લાકિઅ નહીં પરંતુ રહેણાંક અકિલા ઝોનમાં આવે છેઃ સરકારી તંત્ર જીલ્લા ગ્રાહક-રાજય ફોરમ અને નેશનલ ફોરમ એમ ત્રણેયમાં હારી ગયું છેઃ ડો. કિશોરભાઇ તરફેણમાં કનિદૈ લાકિઅ ચૂકાદા... (9:32 am IST)

અકિલા સોશ્યિલ મીડિયા

કાલથી અન્ડર-૧૯ વર્લ્ડકપ : યુવા પ્રતિભાઓ નિખરશે: ન્યુઝીલેન્ડના ૭ મેદાનોમાં કુલ ૧૬ ટીમો વચ્ચે જામશે જંગ : ભારતનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાશે : ૨૨ દિવસની આ ટુર્નામેન્ટ ૩ ફેબ્રુઆરી સુધી ચાલશે : ગત વર્ષે વિન્ડીઝ ચેમ્પિયન બનેલુ, ભારત રનર્સઅપ : ટીમ ઈન્ડિયાના લીગ મેચો ડે એન્ડ નાઈટ હશે : દર બે વર્ષે રમાતી આ ટુર્નામેન્ટ : ૧૬ દેશોના કુલ ૨૪૦ ખેલાડીઓનું ભાવિ આગામી ત્રણ અઠવાડીયામાં નક્કી થઈ જશે : મોહંમદ કૈફ, યુવી, વિરાટ, રવિન્દ્ર અને મનિષ પાંડે જેવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને અન્ડર-૧૯ વર્લ્ડ કપમાંથી જ મળ્યા છે : ટુર્નામેન્ટ ચેમ્પિયન બનવા ટીમ ઈન્ડિયા હોટફેવરીટ : અન્ય મેચો ભારતીય સમય મુજબ વ્હેલી સવારે ૩ વાગ્યે અને ભારતના ડે એન્ડ નાઈટ મેચો સવારે ૫:૩૦ વાગ્યાથી શરૂ થશે (3:43 pm IST)