Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મુસ્લિમ વિશ્વ માટે ભારત,અમેરિકા અને ઇઝરાયેલના વધતા સબંધો જોખમરૂપ:રજા રબ્બાની

પાકિસ્તાની સેનેટના ચેરમેન રજા રબ્બાનીએ અમેરિકા, ઇઝરાયલ અને ભારતની વચ્ચે વધતા જતાં સંબંધોને મુસ્લિમ દુનિયા માટે મોટું જોખમ ગણાવ્યું છે. રબ્બાનીએ પાર્લામેન્ટરી યુનિયન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (PUIC)ના 13માં સત્રને સંબોધિત કરતા આમ કહ્યું હતું સેનેટ સચિવાલય દ્વારા જાહેર કરેલી પ્રેસ નોટમાં રબ્બાનીએ કહ્યું, દુનિયાના દેશોની વચ્ચે સંબંધો બદલાઇ રહ્યા છે.
અમેરિકા, ઇઝરાયલ અને ભારતની વચ્ચે બની રહેલા ગઠબંધનથી મુસ્લિમ વિશ્વને જોખમ છે અને તેને પહોંચી વળવા માટે એકસાથે આવવાની જરૂર છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આજે પાકિસ્તાન અને ઇરાન છે, કાલે કોઇ અન્ય દેશ હોઇ શકે છે.

(8:57 pm IST)