Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

હાફિઝ સઈદ વિરુદ્ધ પુરાવાની ભરમાર :અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હામિદ કરઝાઈ

હાફિઝ સામે પુરાવા નહીં હોવાના પાકિસ્તાનના વડાપ્રધાનના દાવાને ખોટો ગણાવતા કરઝાઈ

કાબુલ :આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના સંસ્થાપક પાકિસ્તાની આતંકવાદી મુહમ્મદ હાફિઝ સઈદ વિરુદ્ધ કોઈ પુરાવા નહીં હોવાનો પાકિસ્તાની વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ કરેલ દાવાને અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હામિદ કરઝાઈએ ખોટો ગણાવી હાફિઝ સઈદ વિરુદ્ધ પુરાવાની ભરમાર હોવાનું કહ્યું હતું .

  આતંકી હાફિઝને સાહેબ કહેનારા પાકિસ્તાની વડાપ્રધાન અબ્બાસીના દાવાની પોલ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હામિદ કરજાઈએ ખોલતા કરજાઈએ અબ્બાસીના દાવા ખોટા ગણાવીને કહ્યુ છે કે હાફિઝ સઈદ સામે તો પુરાવાની ભરમાર છે અને તેની તમામને ખબર છે.

(7:57 pm IST)