Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

68 વસ્તુઓ સસ્તી :29 વસ્તુઓમાં 0 ટકા અને 49 વસ્તુઓમાં જીએસટી ઘટાડયો :કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

પેટ્રોલ, ડિઝલ અને રિયલ એસ્ટેટ મામલે કોઇ નિર્ણય લેવાયો નથી

નવી દિલ્હી :જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં 68 વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય લેવાયો છે બેઠકમાં 29 વસ્તુઓ પર જીએસટી ઓછું કરીને 0 ટકા કરી દેવામાં આવ્યું છે.જયારે  49 વસ્તુઓ પર જીએસટી ઓછું કરવામાં આવ્યું છે. જો કે પેટ્રોલ, ડિઝલ અને રિયલ એસ્ટેટ મામલે કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ બેઠકમાં 49 વસ્તુઓ પર જીએસટી ઓછું કરીને તેને 5 ટકાથી 12 ટકા જેટલું કરવામાં આવ્યું છે. જેનાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જીએસટી અંગે સર્વોચ્ચ નિર્ણય લેનાર જીએસટી કાઉન્સિલની બેઠક આજે મળી હતી જેમાં ધારણા પ્રમાણે જ ૨૯ વસ્તુઓ ઉપર જીએસટીના રેટ ઘટાડી દેવામાં આવ્યા હતા. ૫૩ સેવાઓ ઉપર જીએસટીનો દર ઘટાડી દેવામાં આવ્યો છે જ્યારે ફાઇલિંગને વધુ સરળ કરવા અંગેનો નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે ત્યારે પેટ્રોલ ડીઝલના સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જીએસટી કાઉન્સિલે નાના કારોબારીઓ અને ગ્રાહકોને મોટી રાહત આપીને હેન્ડીક્રાફ્ટ સહિત ૨૯ વસ્તુઓ ઉપર જીએસટી ટેક્સને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ૫૩ સેવાઓ ઉપર જીએસટીના રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. મિટિંગ બાદ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, કાઉન્સિલ તરફથી ૫૩ શ્રેણીમાં આવનાર સેવાઓ ઉપર જીએસટીના રેટ ઘટાડોવામાં આવ્યા છે. જીએસટીના નવા દરો ૨૫મી જાન્યુઆરીથી અમલી કરાશે. પેટ્રોલ અને ડિઝલને જીએસટીની હદમાં લાવવાની વાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, આગામી મિટિંગમાં તેના ઉપર વિચારણા કરવામાં આવશે. પહેલી ફેબ્રુઆરીથી ઇન્ટરસ્ટેટ ઇવે બિલ વ્યવસ્થા શરૃ થશે. આ ઉપરાંત ૧૫ રાજ્યોએ ઇન્ટ્રાસ્ટેટ ઇ-વે બિલની વ્યવસ્થા શરૃ કરવાની વાત કરી છે. આ મિટિંગમાં આઈટી સેક્ટરના દિગ્ગજ નંદન નિલકાની પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે, રિટર્નની ફાઇલિંગની વ્યવસ્થા પહેલાની જેમ અમલી રહેશે. આ ઉપરાંત જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટરને જીએસટીની હદમાં લાવવાને લઇને કોઇ વાતચીત થઇ નથી. આ મિટિંગથી પહેલા આ સેક્ટરને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. જીએસટી કારોબારીઓને હજુ સુધી કોઇ રાહત મળી શકી નથી. આજે જીએસટી કાઉન્સિલની અતિ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. નોટબંધી અને જીએસટી બાદ મુશ્કેલ તબક્કામાંથી નિકળી રહેલા કૃષિ અને ગ્રામિણ અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવાના ઇરાદાથી કાઉન્સિલ રેટને તર્કસંગત બનાવે તેવી શક્યતા પહેલાથી જ દેખાઈ રહી હતી. જીએસટી કાઉન્સિલ ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવાની દિશામાં આગળ વધવા પણ ઇચ્છુક છે. કેન્દ્રીય બજેટ આડે એક પખવાડિયાનો સમય રહ્યો છે ત્યારે જીએસટી કાઉન્સિલની આ બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી હતી. ફાઇલિંગની પ્રક્રિયાને વધુ સરળ કરવા અને કેટલીક વ્યક્તિઓ અને નિયમોમાં રહેલી ખામીઓને દૂર કરવાના પ્રયાસ મામલે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જો કે, ફાઇલિંગને સરળ કરવાના સંદર્ભમાં કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો. ઓફિસરોની ફિટમેન્ટ કમિટિ દ્વારા કાઉન્સિલ સમક્ષ શ્રેણીબદ્ધ સૂચના કરી દેવામાં આવ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા જીએસટી કાઉન્સિલની આ અંતિમ બેઠક રહી હતી. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં જીએસટી કાઉન્સિલની આ બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી હતી. સાથે સાથે મોદી સરકારના અંતિમ બજેટને પણ ઉપયોગી ગણવામાં આવે છે.

(9:55 pm IST)