Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પાકિસ્તાની એકટ્રેસ બોલી - અમને કપડા ઉતારવાનું કહેવાય છે!

વીડિયોમાં તે એક પાકિસ્તાની હોવાની પીડા વ્યકત કરી રહી છે :ઇન્ટરવ્યુમાં વ્યકત કરી પાકિસ્તાની હોવાની પીડા :વિદેશમાં એક-એક કપડાં ઉતારીને થાય છે ચેકીંગ

મુંબઇ તા. ૧૮ :ઈરફાન ખાન સાથે ફિલ્મ 'હિન્દી મીડિયમ'માં કામ કરી ચૂકેલી પાકિસ્તાનની જાણીતી એકટ્રેસ સબા કમરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક પાકિસ્તાની હોવાની પીડા વ્યકત કરી રહી છે. સબા પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તે ત્યાંની સૌથી મોંઘી એકટ્રેસ ગણાય છે.

સબાએ ટીવી સીરિયલ્સથી શરૂઆત કરીને પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખાણ બનાવી છે. તેની આ જ લોકપ્રિયતાને લીધે તેને બોલિવૂડમાં કામ કરવાની તક મળી. અત્યારે તેનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો તેને જોઈને પાકિસ્તાનના લોકોનો ગુસ્સો બહાર આવી રહ્યો છે.

 વીડિયોમાં સબા પાકિસ્તાનમાં જ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપી રહી છે જયાં તે રડી પડી. ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે, પાકિસ્તાની હોવાને કારણે તેને કેવી-કેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

વીડિયોમાં સબા કહી રહી છે કે, 'આપણે પાકિસ્તાનની ધરતીને પવિત્ર માનીએ છીએ, તેના નારા લગાવીએ છીએ. પરંતુ જયારે અમે બહારના દેશોમાં જઈએ અને જે રીતે અમારું ચેકિંગ કરવામાં આવે છે તે હું તમને જણાવી શકું તેમ નથી. મને શરમ આવે છે કે, ત્યાં એક-એક કરીને અમારા કપડાં ઉતારવામાં આવે છે.'

તેણે ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે, 'મને યાદ છે જયારે હું શૂટિંગ માટે ભારતીય સાથે વિદેશ ગઈ હતી ત્યારે તે લોકોને સરળતાથી જવામાં દેવાયા પણ મને રોકી લેવાઈ. મને રોકવાનું કારણ મારું પાકિસ્તાની હોવાનું હતું. તે દિવસે મને અહેસાસ થયો કે આ દુનિયા સામે આપણી આટલી જ ઈજ્જત છે.'

સબા કમરનો આ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના લોકો આ વીડિયોને શેર કરીને લખી રહ્યાં છે કે, માત્ર સબા જ નહીં તમામ પાકિસ્તાનીઓને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. આપણા બાળકોને માખીની જેમ મારી નાખવામાં આવે છે અને હાફિઝ સઈદ જેવા આતંકવાદી ખુલ્લાઆમ ફરી રહ્યાં છે.

(10:09 am IST)