Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઇના 'એક રાષ્ટ્ર - એક ચૂંટણી' મિશન પર મુંબઇમાં યોજાશે સેમિનાર

આ સેમિનારમાં ભાગ લેનાર લોકોમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, જેડીયુ નેતા કે.સી. ત્યાગી અને બીજેડી નેતા બૈજયંત પાંડા પણ સામેલ છે

મુંબઇ તા. ૧૮ :ભાજપનું થિંક ટૈંક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં મિશન વન નેશન-વન ઇલેકશનેને અમલમાં લાવવા માટે સંપૂર્ણ તૈયારીઓમાં છે. ભાજપનું થિંક ટૈંક રામભાઉ મ્હાલગી પ્રબોધિનીે આનાં પર સામાન્ય અભિપ્રાય બનાવવા માટે એક રાષ્ટ્રીય સેમિનારની યોજના બનાવી રહ્યું છે.

ભાજપ આને મધર ઓફ ઓલ રિફોર્મ્સે એટલે કે દરેકે સુધારાઓની માતા દર્શાવી રહ્યું છે. આ થિંક ટૈંકનાં પ્રમુખ બીજેપી સાંસદ ડો. વિનય સહસ્ત્રબુદ્ઘિ છે. આ થિંક ટૈંક મુંબઇમાં ૨૧ અને ૨૨ જાન્યુઆરીનાં રોજ સેમિનારનું આયોજન કરી રહેલ છે.

આ સેમિનારમાં અનેક રાજનૈતિક દળોનાં નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ ડો. રાજીવ, ભારતનાં ચૂંટણી આયુકત સુનીલ અરોડાકુમાર અને એસોશિએશન અને ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) પણ આમાં મુખ્ય વકતા રહેશે.

આ સિવાય આ સેમિનારમાં ભાગ લેનાર લોકોમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, જેડીયૂ નેતા કે.સી ત્યાગી અને બીજેડી નેતા બૈજયંત પાંડા પણ શામેલ છે. તેમજ અન્ય પાર્ટીઓનાં નેતાઓને પણ આમાં બોલાવવામાં આવ્યાં છે તેમજ એમની સહમતિની રાહ જોવાઇ રહી છે.આ સિવાય એનડીએનાં અન્ય ઘટક દળો સિવાય શિવસેનાનાં નેતાઓ પણ આમાં શામેલ થશે.

(10:08 am IST)