Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સેન્સેક્સમાં ૩૦ અને નિફ્ટીમાં ૧૭ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ભારતીય શેરબજારો સપાટ બંધ : શાંઘાઈ, હોંગકોંગ, બેંગકોક, સિયોલ, જકાર્તા અને ટોક્યો સહિત એશિયાના તમામ બજારો ગિરાવટ સાથે બંધ થયા

મુંબઈ, તા.૭ : વૈશ્વિક બજારોના સમર્થનના અભાવે ભારતીય શેરબજારો સપાટ બંધ રહ્યા હતા. કોલ ઈન્ડિયા બીપીસીએલ, એસબીઆઈ અલ્ટ્રાટેક સિમેન્ટ જેએસડબલ્યુ સ્ટીલનું નામ નિફ્ટીમાં ઘટતા શેરોમાં હતું. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શુક્રવારે ભારતીય શેરબજારો લગભગ સપાટ બંધ રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી ૧૭ પોઈન્ટ ઘટીને ૧૭,૩૧૪ પોઈન્ટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નો સેન્સેક્સ ૩૦ પોઈન્ટ ઘટીને ૫૮,૧૯૧ પોઈન્ટ પર બંધ થયો હતો.

નિફ્ટી મીડિયા, એનર્જી, ઇન્ફ્રા અને પ્રાઇવેટ બેક્નના સૂચકાંકો વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ ઓટો, આઈટી, સરકારી બેક્ન, ફાર્મા, એફએમસીજી, ઓઈલ-ગેસ અને મેટલ ઈન્ડેક્સ ઘટાડાની સાથે બંધ થયા છે.

નિફ્ટી પેકમાં ટાઇટન, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેંક, ઓએનજીસી, એનટીપીસી, મારુતિ સુઝુકી, ગ્રાસિમ, યુપીએલ, બ્રિટાનિયા, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ, એક્સિસ બેંક અને એચડીએફસી લિમિટેડનો સમાવેશ થાય છે. કોલ ઈન્ડિયા, બીપીસીએલ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

ટાઇટન, પાવર ગ્રીડ, એનટીપીસી, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ, રિલાયન્સ, એચડીએફસી લિમિટેડ સેન્સેક્સ પેકમાં ટોચના ગેનર્સમાં હતા. એસબીઆઈ, ટીસીએસ, એમએન્ડએમ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચસીએલ ટેક ઘટનારાઓમાં હતા.

શુક્રવારે, શાંઘાઈ, હોંગકોંગ, બેંગકોક, સિયોલ, જકાર્તા અને ટોક્યો સહિત એશિયાના લગભગ તમામ બજારો ગિરાવટ સાથે બંધ થયા હતા. યુરોપિયન બજારો પેરિસ અને લંડન ફાયદા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે બર્લિન માર્કેટ ડાઉનસાઈડ સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

શુક્રવારે ભારતીય રૃપિયો ડૉલરના મુકાબલે ૮૨.૩૨ ના રેકોર્ડ નીચલા સ્તર સાથે બંધ થયો હતો. અગાઉના સત્રમાં રૃપિયો ૮૧.૮૮ પર બંધ થયો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર, આજે ડોલર સામે રૃપિયો ૮૨.૨૦ના રેકોર્ડ ઘટાડા સાથે ખુલ્યો હતો.

(7:40 pm IST)