Gujarati News

Gujarati News

કોવિડ બાદ સતત ત્રીજા વર્ષે યોજાનારી ગિરનાર પરિક્રમા માટેની તંત્ર દ્વારા તડામાર તૈયારી : જૂનાગઢ વન વિભાગ હેઠળ આવતાં ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી પુનમ સુધી યોજાનારી ૩૬ કિમીની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ઉમટે છે યાત્રિકો : તા.૪ થી ૮-૧૧-૨૨ સુધી યોજાનારી ગિરનારની પરિક્રમાના સુચારૂ આયોજન સંદર્ભે કલેકટરશ્રી રચિત રાજની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ ૧૩ ફોરેસ્ટ રાવટીઓ અને કંટ્રોલ પોઇન્ટ ઉપર ૩૬૫થી પણ વધુ વનવિભાગ સહિતનો સ્ટાફ હશે તૈનાતઃ દવ રક્ષણ – વન્ય પ્રાણી સંરક્ષણ કરાશેઃ બે સ્થળોથી યાત્રિકોની થશે ગણતરીઃ પરિક્રમા રૂટના ૮ રસ્તાઓ તથા ૩ કેડીઓનું થઇ રહયુ છે રીપેરીંગ : ૮૦ જેટલા સંસ્થાઓ ખોલશે અન્નક્ષેત્રઃ ૯ સ્થળોએ પીવાના પાણી માટે ડંકી, વોટર ટેંક, કુવા સહિતની સુવિધાઃ જરૂરિયાતમંદ લોકોને કરાશે લાકડીઓનું વિતરણ access_time 9:22 pm IST