Gujarati News

Gujarati News

પોતે મુખ્યમંત્રીને એકલા મળવાને બદલે ૧૮ ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એકતાના દર્શન કરાવ્યા: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામનો પરિચય મેળવી, કોણ શું કામગીરી કરે છે તેની વિગતો રસપૂર્વક જાણી હતીઃ પોલીસ પાસે સમસ્યા ઉકેલવાની આવડત છે તેના ઉપયોગ કરી સામાન્ય માનવી પ્રત્યે હકારાત્મક વલણને પ્રાથમિકતા આપવા સૂચવ્યું : જેસીપી અજયકુમાર ચોધરી, મયંકસિંહ ચાવડા, એડી સીપી ક્રાઈમ બ્રાન્ચ વડા પ્રેમવિરસિંહ, સેકટર વડા રાજેન્દ્ર અસારી, ગૌતમ પરમાર અને રજા પર ગયેલ એક ડીસીપીને બાદ કરતા તમામ ડીસીપી સાથે રહ્યા અને આ નવી પ્રથાથી પોતાની ખુશાલી વ્યકત કરી access_time 3:01 pm IST

પ્રજાના પ્રશ્નો, ફરિયાદો અને સૂચનોની રજૂઆત માટેના દ્વાર હંમેશા ખુલ્લા છે : અમદાવાદની સિવિલ હોસ્પિટલ થી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ: “પી.એમ.જે.એ.વાય.-મા’ યોજનાના લાભાર્થીઓના હિતાર્થે 'ગ્રીન કોરિડોર' વ્યવસ્થાપનના નવતર પહેલની પણ કરી શરૂઆત: 100 દિવસ ચાલનારા આ મેગાડ્રાઇવમાં 80 લાખ કુટુંબો એટલે કે અંદાજીત 4 કરોડ વ્યક્તિઓને આવરી લઇ લાભાન્વિત કરવામાં આવશે : અગાઉ કુટુંબદીઠ એક જ કાર્ડ કાઢવામાં આવતુ જે હવે વ્યક્તિ દીઠ અલાયદુ ઉપલ્બધ બનશે : જિલ્લા હોસ્પિટલ, સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સી.એચ.સી, સંલગ્ન ખાનગી હોસ્પિટલો, સી.એસ.સી., (n) કોડ સેન્ટર, UTI-ITSL,E-gram પરથી PMJAY-MA કાર્ડ કાઢી આપવામાં આવશે :;PMJAY-MA યોજનામાંથી થતી આવકની 25 ઇન્સેન્ટિવ રકમ હેલ્થકેર વર્કસમાં ઉપયોગમાં લેવાશે.. access_time 4:09 pm IST