Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

શું રસ્તો ખખડધજ છે ? એક મેસેજથી થઇ જશે રીપેરીંગ

રસ્તા હોય ઉબડખાબડ તો આ નંબર પર કરો જાણ : ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો વધુ મોટો નિર્ણય : જનતા પાસે રોડને લઇને સમસ્યા માટે મગાવી વિગતો :ઉબડખાબડ રસ્તાનો પાડો ફોટો અને વોટ્સએપ નંબર 9978403669 પર વિગત મોકલો : 1થી 10 ઓક્ટોબર સુધી ચાલશે માર્ગ મરામત મહાઅભિયાન :કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી

અમદાવાદ :ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ  સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. તમામ મંત્રી પણ પોત પોતાના ખાતે ફળવાયેલા મંત્રાલયોમાં સારામાં સારા કામ થાય તે માટે મથી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરથી માંડીને ગામડાના રસ્તા ખખડધજ હાલતમાં થઈ ગયા છે જેને રીપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

માર્ગ મરામત મહાઅભિયાન

તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો પ્રશ્ન હોય તો,https://t.co/TIvQVZjpmJ અથવા ઈમેલ ઉપર કરવા માટે

min-rnb@gujarat.gov.in કરી શકો છો

આવતા સપ્તાહથી ગુજરાત સરકારે માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત ભરમાં 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે જેમાં નાના રસ્તાથી માડી હાઇવે પર વરસાદને કારણે પેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રિપેરિંગ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવ્યો છે. જેમાં ઓનાલાઈન તમારી આપપાસના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકારે આપેલા વોટ્સએપ નંબર પરથી જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે. જેથી આવતા સપ્તાહમાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રીપેર થઈ જાય.

માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર  દ્વારા જાણ કરી શકાશે, જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારૂ નામ,મોબાઇલનંબર મોકલવાનો રહેશે
મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ,તાલુકો અને જિલ્લાનું નામ આપો, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે  માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો અથવા તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો શ્ન હોયતો , http://shorturl.at/gkwzR અથવા ઈમેલ ઉપર કરવા માટે min-rnb@gujarat.gov.in પર જઈ તમારે વિગતો ઓનલાઇન ભરવાની રહેશે.

 

 

માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત ગુજરાત સરકાર હસ્તકના રસ્તામાં મરામતની જરૂર હોય તો વિગત મોકલો, વોટ્સએપ નંબર 9978403669 પર વિગત મોકલો,તમારૂ નામ, મોબાઇલનંબર મોકલવાનો રહેશે,મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો,ગામનું નામ, તાલુકો અને જિલ્લાનું નામ આપો,પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો,માત્ર વોટ્સએપ દ્વારાજ વિગત આપવા કરી વિનંતી,કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ  અપીલ કરી છે

(10:41 am IST)