Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપાલા ઈફેક્ટ !! ચાલુ સભામાં તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે રાજીનામું ફગાવ્યું : ગળામાંથી કેસરીયો કાઢી નાખ્યો

ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નાોંધાવ્યો: હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય સુવાનો સભામાં પહોંચ્યા :મંત્રી મનસુખભાઇ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું ફગાવ્યું

ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે બંને પક્ષો પહોંચતા હંગામા જેવી સ્થિતિ થવા પામી હતી. ભાવનગર ખાતે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં ફોર્મ ભરવાના સમયે પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉમેદવાર નિમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા. 

નિમુબેન બામણીયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા દર્શાવી હતી. જોકે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા મીડિયાને બાઈટ આપવાથી દૂર રહ્યા હતા. તેનું મુખ્ય કારણ જાણવા મળ્યું છે કે જે પ્રકારે ક્ષત્રિય સમાજના યુવાનોએ સમગ્ર રાજ્યની સાથે આજે ભાવનગરમાં પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતા જાહેર સભામાં ભારે હોબાળો થયો હતો. 

ભાજપની ચાલુ સભામાં યુવાને રાજીનામું આપી ખેસ મૂકી દીધો, તળાજા ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે 200 કાર્યકર્તાઓ સાથે પાર્ટીને અલવિદા કહ્યું હતું

 

(9:34 pm IST)